બાલાસિનોરમાં હૃદય રોગ તથા ડાયાબિટીસ નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો - હૃદય અને ડાયાબિટીસના દર્દીઓનો નિઃશુલ્ક કેમ્પ
બાલાસિનોર: મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી સપ્તાહ ઉજવણી નિમિત્તે બાલાસિનોર લાયન્સ ક્લબ દ્વારા સેવાનો કાર્યક્રમો યોજવામાં આવ્યા હતો. જેમાં બાલાસિનોર લાયન્સ ક્લબ હોલ ખાતે આજે હૃદય અને ડાયાબિટીસના દર્દીઓનો નિઃશુલ્ક તપાસણી કેમ્પ યોજાયો હતો.
બાલાસિનોરમાં હૃદય રોગ તથા ડાયાબિટીસ નિ:શુલ્ક નિદાન કેમ્પ
લાયન્સ હોલમાં અમદાવાદની કે.ડી.હોસ્પિટલના સહયોગથી ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓની બી.પી, ડાયાબિટીસ અને ECGની વિના મૂલ્યે તપાસ કરવામાં આવી હતી. અમદાવાદની કે.ડી.હોસ્પિટલ તરફથી વિપુલ પટેલ અને હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કેમ્પમાં કુલ 62 દર્દીઓની તપાસ કરી ECO, ECG, BPની તપાસ કરવામાં આવી હતી. કેમ્પમાં પ્રમુખ, મંત્રી, ખજાનચી કાંતિભાઈ સહિત મોટી સંખ્યામાં લાયન સભ્યો, લાયન બહેનો ઉપસ્થિત રહ્યા હતાં. આ કેમ્પ ડો.વિમલભાઈ પટેલના સૌજન્યથી કરવામાં આવ્યો હતો.
TAGGED:
બાલાસિનોરમાં