- ખેતરમાં મોબાઈલ ટાવર નાખી વધારે ભાડુ આપવાની લાલચ આપી હતી
- અજાણ્યા ઇસમે ફોન કરી વોટસએપ ઉપર જરૂરી ડોક્યુમેન્ટ મંગાવ્યા હતા
- ઓનલાઇન 6,45,000 રૂપિયા ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી આચરી
- છેતરપીંડી આચરનારા 5 ઇસમોને ગોધરા સાયબર ક્રાઇમ ટીમે દિલ્હી ખાતેથી ઝડપ્યા
મહિસાગર: લુણાવાડાના નવા ચારણ ગામના ખેડૂતને મોબાઈલ પર સંપર્ક કરીને ખેતરમાં જીઓ ટાવર ઉભો કરી વધારે ભાડુ આપવાની લાલચ આપી પ્રોસેસ ફી-ના નામે અલગ અલગ બેંક એકાઉન્ટ ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી આચરનારા 5 શખ્સને ગોધરા સાયબર ક્રાઇમ પોલીસની ટીમે દિલ્લી ખાતેથી ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓને ગોધરા ખાતે લાવીને જરૂરી કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો-ભાવનગરમાં સાઇબર ક્રાઇમનો ગુનો નોંધાયો, રૂપિયા 1,55,999 ની છેતરપિંડી કરાઇ
અલગ-અલગ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપીંડી આચરી
મળતી માહિતી અનુસાર મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના નવા ચારણ ગામના વિમલકૂમાર પટેલને જીઓ કંપનીમાથી બોલું છુ, તેમ કહીને અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો અને વોટસએપ પર જરૂરી ડોક્યુમેન્ટ મંગાવીને ખેતરમાં જીઓ મોબાઈલ ટાવર ઉભો કરીને વધૂ ભાડાની લાલચ આપી હતી અને જેની પ્રોસેસિંગ ફી-ના નામે ઓનલાઇન ટ્રાન્સફર તેમજ અન્ય બેંક ખાતાઓમાં 6,45,000 રૂપિયા ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી આચરી હતી.
તપાસમાં આરોપીઓ દિલ્હીમાં રહેતા હોવાનું બહાર આવ્યું