- જિલ્લા પંચાયતની 28 અને તાલુકા પંચાયતની 126 બેઠકો માટે ચૂંટણી
- ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી વિભાગની કામગીરી
- EVMના ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરી હાથ ધરાઈ
- ભારત ઇલેક્ટ્રોનિક્સના 10 ઈજનેરો દ્વારા તમામ પ્રકારનું ચેકીંગ
- રાજ્ય ચૂંટણી આયોગના નોડલ અધિકારી ઉપસ્થિત
મહીસાગર જિલ્લામાં ચૂંટણીને લઈ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા ફર્સ્ટ લેવલ ચેકીંગ હાથ ધરાયુ - mahisagar
મહીસાગર જિલ્લામાં 28 ફેબ્રુઆરીના રોજ યોજનાર જિલ્લા પંચાયત તેમજ જિલ્લામાં સમાવિષ્ટ છ તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી વિભાગની કામગીરી તેજવંતી બની છે. ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવનાર EVMનું ઇજનેરો દ્વારા ફર્સ્ટ લેવલ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
મહિસાગર: આગામી 28 ફેબ્રુઆરીમાં મહીસાગર જિલ્લા પંચાયતની 28 બેઠકો અને જિલ્લામાં સમાવિષ્ટ છે. તાલુકા પંચાયતની 126 બેઠકો માટે 873 મતદાન મથકો પર EVMથી ચુંટણી યોજાશે. જે માટે EVMના ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરી મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચાલી રહી છે. જેમાં ભારત ઇલેક્ટ્રોનિક્સના 10 ઈજનેરો દ્વારા CUમાં અગાઉ જો કોઈ મત નાખવામાં આવેલ હોય તો તે તમામ દૂર કરવા, CU/BUમાં અન્ય કોઈ ટેકનિકલ એરર છે કે કેમ, BUમાં અગાઉની ચુંટણીમાં જે મતપત્રો વપરાયા હોય તે દૂર કરવા તેના લેચ, લિંક, કનેક્ટર ગ્રીન લાઈટ, મત નાખ્યા બાદ ગ્રીન લાઈટ થાય છે કે કેમ તેમજ Ballot યુનિટના તમામ બટન વર્ક કરે છે કે કેમ તે તમામ પ્રકારનું ચેકીંગ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર.બી.બારડ તેમજ રાજ્ય ચુંટણી આયોગના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર આર.આર.ઠક્કરની ઉપસ્થિતિમાં ચાલી રહ્યું છે અને આ તમામ કામગીરી ટુક સમયમાં પૂર્ણ થશે.