લુણાવાડાઃ જીવન જીવવા માટે સૌથી અગત્યની જરૂરિયાત હોય તો તે છે અનાજ અને શાકભાજી. ધરતીપુત્રો અનાજના ભંડાર છલકાવી આપણી જરૂરિયાતને પૂર્ણ કરવા અથાગ પ્રયત્નો કરે છે. એટલે જ રાજ્યની સંવેદનશીલ સરકારે ખેડૂતને આ સમયમાં ખેતીકામ માટે છૂટછાટ આપવામાં આવી છે. ખેતીપ્રધાન દેશમાં ખેતી થકી જ દેશનું અર્થતંત્ર મજબૂત બને છે. એટલે જ ખેડૂતો દ્વારા અખાત્રીજે અક્ષય તૃતીયાથી ખેતીનો શુભારંભ કરવામાં આવ્યો છે.
અખાત્રીજે ધરતીમાતાનું પૂજન, લોકડાઉન વચ્ચે ખેડૂતોએ કર્યો ખેતીનો આરંભ - ખેડૂતો
જગતના તાત એવા ખેડૂતો પોતાની ખેતીની સીઝનની શરૂઆત અક્ષય તૃતિયાના દિવસથી કરે છે. પરાપૂર્વથી ચાલી આવતી પરંપરા મુજબ ખેડૂતો પોતાના ખેતરમાં જઈ પાંચ પ્રકારના ધાન તેમજ પવિત્ર ગૌમાતાના છાણનું ખાતર પોતાના ખેતરમાં ઉપયોગ કરી ધરતીમાતાનું ધાર્મિક પૂજન વિધિ કરી શુભમૂહર્ત કરે છે.

અખાત્રીજનું મૂહર્ત એટલે વણજોયું મૂહર્ત. આજના દિવસે શુભકામોની શરૂઆત કરવામાં આવે છે. જગતના તાત એવા ખેડૂતો પોતાની ખેતીની સીઝનની શરૂઆત આજના દિવસથી કરે છે. પરાપૂર્વથી ચાલી આવતી પરંપરા મુજબ ખેડૂતો પોતાના ખેતરમાં જઈ પાંચ પ્રકારના ધાન તેમજ પવિત્ર ગૌમાતાના છાણનું ખાતર પોતાના ખેતરમાં ઉપયોગ કરી ધરતીમાતાનું ધાર્મિક પૂજન વિધિ કરી શુભમૂહર્ત કરે છે.
અક્ષય તૃતિયાના દિવસથી આરંભ કરેલી ખેતીમાં અનાજના ભંડાર ભરપુર રહે તેનો ક્યારેય ક્ષય ના થાય તેવી ધરતીમાતાની અસીમ કૃપા વરસતી રહે તેવી પ્રાર્થના સાથે ખેતીના ઓજારો, ખેડૂતને કંકુચોખા સાથે તિલક કરી ધાર્મિક પરંપરાને અનુસરી ખેડૂતો ખેતીની સીઝનની શરૂઆત કરે છે. જુના સમયમાં મોટેભાગે માત્ર વરસાદ આધારિત ખેતી થતી હતી ત્યારે ચોમાસા અગાઉ ખેતીની જમીન તૈયાર કરવા ખાતર નાખી તેને ફળદ્રુપ બનાવવા માટે વૈશાખ માસના આ શુભદિનની પસંદગી કરી શુભકાર્યમાં ધરતીમાતાનું પૂજન અર્ચન કરવામાં આવે છે.