મહીસાગર: પંથકમાં આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચોમાસું પાક નિષ્ફળ થવાની ભિંતી સેવાઈ રહી છે. જિલ્લામાં ચોમાસાની ખેતીલાયક વરસાદ ન થતાં ખેડૂતોમાં ડાંગરની રોપણી માટે ચિંતા ઉદ્ભવી છે. ડાંગરની ખેતી માટે પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂરીયાત હોય છે.
મહીસાગરમાં ખેડૂતોએ ડાંગર રોપણીની શરુઆત કરી - farmer
ડાંગરની ખેતી ખાસ કરીને વધુ પાણીની જરૂરિયાત પર આધારિત છે. મહીસાગર પંથકમાં ડાંગરની ખેતી વધુ થતી હોય છે. પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાતા તેમજ જિલ્લામાં અનિયમિત વરસાદ થતા ખેડૂતોમાં ડાંગરની રોપણી માટે ચિંતા ઉભી થઇ છે. ડાંગરની ખેતી માટે ખૂબ જ પાણીની જરૂરિયાત હોય છે, પરંતુ ડાંગરની રોપણી લાયક વરસાદ ન થતા જિલ્લામાં કેટલાક ખેડૂતોએ કુવા, તળાવ કે કેનાલમાંથી પાણી મેળવી ડાંગરની રોપણી કરવાની શરૂઆત કરી છે.
મહીસાગર જિલ્લામાં વરસાદ ન આવતા જિલ્લામાં કેટલાક ખેડૂતોએ કુવો અને તળાવમાંથી મશીન વડે પાણી મેળવી ડાંગરની રોપણી કરવાની શરૂઆત કરી છે. ત્યારે ખેડૂતોનું એવું કહેવું છે કે ડાંગર માટે પુષ્કળ પાણીની જરૂરિયાત હોય છે. પરંતુ હાલમાં વાદળછાયુ વાતાવરણ રહેતું હોવા છતાં વરસાદ પડતો નથી. ખેડૂતો પાસે કુવામાં પાણીની વ્યવસ્થા છે, જેથી મશીન વડે પાણી મુકી ડાંગરની રોપણી શરુ કરી છે.
હાલમાં કોરોનાની સ્થિતિમાં ધંધા રોજગારની હાલત સામાન્ય બની નથી. તેવામાં જો વરસાદ પડે તો બીજા ખેડૂતોને પણ ફાયદો થાય અને તેમની ચોમાસાની સીઝન સફળ જાય અને ડાંગરનો પાક ખેડૂતો સારી રીતે લઈ શકે.