આ વર્ષે ગુજરાતમાં રવિ પાકના વાવેતરનો પિરિયડ આશરે 20 થી 25 દિવસવાળો ચાલી રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં મહીસાગર જિલ્લાના ખેડૂતોએ રવિ પાકના વાવેતર માટે સારો એવો રસ દાખવ્યો છે. વાવેતરની શરૂઆત કરી દીધી છે. મહિસાગર જિલ્લામાં મુખ્યત્વે ઘઉં, રાયડો, રાજગરોના સારા પાક માટે ઠંડી જરૂરી છે.
મહિસાગરમાં ખેડૂતોએ રવિ પાકના વાવેતરનો કર્યો પ્રારંભ - રવિ પાક
મહીસાગર: આ વર્ષે શિયાળામાં ઠંડી સારી પડે અને રવિ પાક સારો થાય તે આશાએ સમગ્ર મહીસાગર જિલ્લાના ખેડૂતો દ્વારા શિયાળાની શરૂઆત થતા જ રવિ પાકના વાવેતરની શરૂઆત કરવામાં આવી છે.
છેલ્લા અઠવાડિયાથી ઠંડીને શરૂઆત થતા જ ખેડૂતોએ રવિ પાક માટે વાવેતર શરૂ કરી દીધું છે. સામાન્ય રીતે રવિ પાકોનું વાવેતર ઓક્ટોબર માસના અંતિમ સમયેથી ડિસેમ્બર માસની શરૂઆત સુધીમાં થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે અતિવૃષ્ટિ કમોસમી વરસાદને કારણે મહિસાગર જિલ્લાના ખેડૂતોને ખરીફ પાકના વાવેતર કરવામાં મોડું થયું છે. આ ઉપરાંત વ્યાપક નુકસાન પણ થયું છે. હવે ખેડૂતો શિયાળાની શરૂઆત થતા જ એણે ઠંડી અલબત્ત આ ખેડૂતોને ખરીફ પાકમાં થયેલ નુકસાનને સરભર કરવા ખેડૂતો હવે રવિ પાક સારો થાય તે માટે ખેતીકામમાં જોતરાઈ ગયા છે.