ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્ય સરકાર મહીસાગર જિલ્લાના ખેડૂતોને આપશે કૃષિ રાહત પેકેજની સહાય

મહીસાગર: રાજ્યમાં ખરીફ ઋતુમાં 15 ઓક્ટોબરથી 20 નવેમ્બર દરમિયાન વરસાદ પડવાથી ખેડૂતોને ખેતીના પાકોમાં નુકસાનનો સામનો કરવો પડ્યો છે. વિવિધ પરિબળોને કારણે ઉદભવેલી આ પરિસ્થિતીને ધ્યાને લઇ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા SDRF અને રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજ આપવાનું નક્કી કરેલું છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લાના તમામ ખેડૂતોને સહાય ચૂકવામાં આવશે જેના લઇને જિલ્લાના તમામ ખેડૂતોએ રાજ્ય સરકારનો આભાર માન્યો છે.

ખેડૂતોને આપશે કૃષિ રાહત પેકેજની સહાય
ખેડૂતોને આપશે કૃષિ રાહત પેકેજની સહાય

By

Published : Dec 4, 2019, 8:22 AM IST

રાજ્યમાં ખરીફ ઋતુમાં 15 ઓક્ટોબરથી 20 નવેમ્બર દરમિયાન વરસાદ પડવાથી ખેડૂતોને ખેતી પાકોમાં નુકસાનનો સામનો કરવો પડ્યો છે. આ ઉદ્દભવેલી પરિસ્થિતીને ધ્યાને લઇ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા SDRF અને રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં આવેલા તમામ તાલુકાના તમામ ગામોમાં ખેડુતોને સરકાર દ્રારા સહાય ચૂકવવામાં આવશે. જેને લઇ જિલ્લાના ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. રાજ્ય સરકાર દ્વારા આ મહત્વ પુર્ણ નિર્ણયને લઇને ખેડૂતોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. આ તકે મહીસાગર જિલ્લા અને તાલુકાના તમામ ખેડુતોએ તેમને મળવાપાત્ર સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ગામના વીસી મારફત જે તે ગામની ગ્રામપંચાયતમાં કરવાની રહેશે.

ખેડૂતોને આપશે કૃષિ રાહત પેકેજની સહાય

સહાય જમીનના ખાતા દીઠ આપવાની હોય, જમીનના ખાતામાં દર્શાવેલ સંયુક્ત ખાતેદારોના નામો પૈકી કોઈ એકને લાભ મળશે. વધુ જાણકારી માટે ગ્રામસેવક, વિસ્તરણ અધીકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધીકારીનો સંપર્ક સાધવાનો રહેશે. આ અરજીમાં જરૂરી સાધનીક કાગળો જેવા કે, 8 (A) ની નકલ, 7/12ની ચાલુ સાલના પાકના વાવેતરની નોંધ સાથેની નકલ અથવા તલાટીનો વાવતેરનો દાખલો, બેન્ક પાસબુકની નકલ IFSC કોડ સાથે/રદ્દ કરેલ ચેક, આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ જેવા ડોક્યુમેન્ટનો સમાવેશ કરવાનો રહેશે.

ABOUT THE AUTHOR

...view details