મહીસાગરઃ લોકડાઉનના સમય દરમિયાન પણ ગુજરાત સરકાર દ્વારા નક્કી કરેલા ટેકાના ભાવે ગુજકો માર્શલ દ્વારા ચણાની ખરીદી કરવા માટે મહીસાગર જિલ્લામાં લુણાવાડા, સંતરામપુર અને લીંબડીયા APMC એમ ત્રણ કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. જેમાં લુણાવાડા અને લીંબડીયા APMC કેન્દ્ર પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થતાં ખેડૂતોને ચણાના ભાવ બઝાર કરતા સારા મળતા ઉત્સાહભેર પોતાના ચણા APMCમાં ટેકાના ભાવે આપી રહ્યા છે અને ખેડૂતો સરકારન આ નિર્ણયથી ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
લોકડાઉનમાં મહીસાગરના 3 કેન્દ્રો પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશી - mahisagar latest news
કોરોનાની મહામારીમાં ગુજરાત સરકાર દ્વારા નક્કી કરેલા ટેકાના ભાવે ગુજકો માર્શલ દ્વારા ચણાની ખરીદી કરવા માટે 1233 ખેડૂતો દ્વારા ટેકાના ભાવે ચણા ગુજરાત સરકારને આપવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેથી 20 કિલો ચણા પર 175થી 200 રૂપિયા જેટલો વધુ ફાયદો થઈ રહ્યો છે. જેને લઇને ખેડૂતો ખુશ છે.
લોકડાઉનમાં મહીસાગરના ત્રણ કેન્દ્રો પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશી
લોકડાઉન હોવાથી રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને મેસજ અથવા ફોન દ્વારા જાણકારી આપી ચણા લઈને આવવા જણાવામાં આવે છે. સરકાર દ્વારા ચણાના ટેકાના ભાવ 20 કિલોના 975 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.
APMC પર ટેકાના ભાવે ચણા આપતા ખેડૂતોને બઝાર ભાવ કરતા 20 કિલો ચણા પર 175થી 200 રૂપિયા જેટલો વધુ ફાયદો થઈ રહ્યો છે. લોકડાઉન દરમિયાન ખેડૂતને કોઇપણ પ્રકારની તકલીફ પડ્યા વગર પોતાના પાકના સારા ભાવ મળતા ખેડૂત ખુશ છે.