મહીસાગરઃ ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ આવરી લેવાયેલા તમામ લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ ઇસ્યુ થાય તે માટે તા. 23 ફેબ્રુઆરી 2020 સુધી ઝુંબેશનું આયોજન કરવામાં આવેલું છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં હાલમાં કુલ 134760 ખેડૂત લાભાર્થીઓ પી.એમ. કિસાન યોજનાનો લાભ લીધો છે.
મહીસાગરમાં PM કિસાન ક્રેડીટ કાર્ડ મેળવવા ખેડૂતોમાં ઉત્સાહ - Kisan Samman Nidhi Yojana
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર 2022માં ખેડૂતોની આવક બમણી થાય તે માટે સતત પ્રયત્નશીલ છે અને જે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળના ખેડૂત લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ (KCC) હેઠળ આવરી લેવાના છે. આ યોજના અંતર્ગત ખેડૂત વ્યાજ સહાય લોન મેળવી પોતાનો ખેતીનો વ્યવસાય વધારી ખેડૂત સમૃદ્ધ થઈ શકે અને જે માટે કિસાન ક્રેડીટ કાર્ડ મેળવવા મહીસાગર જિલ્લાના ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મહીસાગરમાં PM કિસાન ક્રેડીટ કાર્ડ મેળવવા ખેડૂતોમાં ઉત્સાહ
જે પૈકી 56641 ખેડૂતો પાસે હાલમાં કિસાન ક્રેડીટ કાર્ડ ઉપલબ્ધ છે અને બાકી રહેલ તમામ પી.એમ. કિસાનના ખેડૂત લાભાર્થીઓએ આવનારા સમયમાં આ ખાસ ઝુંબેશ દરમિયાન કિસાન ક્રેડીટ કાર્ડ મળી રહેએ માટે નજીકની સર્વિસ એરિયાની બેંક શાખાનો સંપર્ક કરી કિસાન ક્રેડીટ કાર્ડ મેળવવા જરૂરી સાધનિક કાગળો સાથે અરજી કરવાની રહેશે. આ કિસાન ક્રેડીટ કાર્ડ મેળવવા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કેન્દ્ર સરકારની આ યોજના માટે સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.