ગુજરાત

gujarat

ETV Bharat / state

બાલાસિનોરમાં સરોડાના ફાટા તળાવમાં સુજલામ સુફલામનું પાણી નાખવા ખેડૂતોની માંગ - gujarati news

મહીસાગરઃ જિલ્લાના બાલાસિનોર તાલુકાના ભાથીજીના મુવાડા ખાતે આવેલું ફાટા તળાવ છેલ્લાં ઘણા સમયથી સુકાઈ ગયેલી હાલતમાં રહેતા આજુબાજુના ગામડાઓને ખેતી અને પીવાના પાણી માટે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે બાલાસિનોર તાલુકામાં સરોડાના ભાથીજીના મુવાડામાં આવેલું ફાટા તળાવ છેલ્લાં એક દશકથી સુકાયેલી હાલતમાં છે. આ વિસ્તારના લોકોને દર વર્ષે ઉનાળામાં ખેતી તેમજ પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. ત્યારે આ બાબતે ગ્રામજનોએ 2015 થી સતત ફાટા તળાવમાં સુજલામ સુફલામનું પાણી નાખવા માટે માંગણી કરી હતી.

સરોડાના ફાટા તળાવમાં સુજલામ સુફલામનું પાણી નાખવા ખેડૂતોની માંગ

By

Published : May 11, 2019, 6:27 PM IST

સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલથી બાલાસિનોર તેમજ કપડવંજ તાલુકામાં ઝરમર નદી દ્વારા સુજલામ સુફલામ યોજનાની સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી 2016 માં મળી છે, પરંતુ આ બાબતે કોઈ જ કામગીરી હાથ ધરવામાં આવી નથી. આ ઉપરાંત નાની સિંચાઈ વિભાગ લુણાવાડા, બાલાસિનોર તાલુકા પંચાયત ખાતે રજૂઆત કરી છે. જેનું કોઈ જ પરિણામ ન આવતા ખેડૂતો પાણી વગર મુશ્કેલી અનુભવી રહ્યા છે.

સરોડાના ફાટા તળાવમાં સુજલામ સુફલામનું પાણી નાખવા ખેડૂતોની માંગ

ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ તળાવ અંદાજીત 50 વિઘામાં પથરાયેલું છે, જો સરકાર દ્વારા આ તળાવ ભરવામાં આવે તો જોરપુરા, મેઘલિયા, જાદવપુરા, બેકાના મુવાડા, સરોડા, ગધાવાડા, બોરીડુંગરી, દેવસી તેમજ સલિયાવડી ગામોને પાણીની સુવિધા મળી શકે તેમ છે. તેમજ 300 થી 400 કુવાઓના પાણીના સ્તર ઉપર આવી શકે તેમ છે. જેનાથી કૂવાઓ પાણીથી ભરાશે અને હાલમાં આ તળાવમાં ગાંડા બાવળ ઉગી નીકળ્યા છે અને ગામના અન્ય ખેડૂતોએ ખેતી કરવાનું શરૂ કર્યું છે.

ત્યારે તળાવને ઊંડું કરવા માટેની કામગીરી અનિયમિત રહેતા કોઈ નક્કર પરિણામ ન મળતા અહીંના લોકોને પાણી માટે ખુબ જ મુશ્કેલી વેઠવી પડે છે. આ વિસ્તારના લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે અને પશુઓને પીવા માટે પાણી અને લીલો ઘાસચારો ન મળતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. હાલના ઉનાળાના અસહ્ય તાપને કારણે સમગ્ર વિસ્તાર સૂકો બન્યો છે.

ABOUT THE AUTHOR

...view details