MGVCL દ્વારા અપાતી લાઇટની સેવામાં ખેડૂતોને હંમેશા સમસ્યા રહે છે. તેના ઉપાય રૂપે મળેલા માર્ગદર્શન મુજબ MGVCL દ્રારા સૌર ઉર્જા લગાવવા રૂપિયા છ લાખની કિંમતની પેનલો સરકારની સબસીડી મારફત મળે છે. તેનો લાભ લઈને પ્રતિકે પોતાના ખેતરમાં સોલાર પેનલ લગાવી હતી. તેનાથી વિજળી ઉત્ત્પન કરે છે. આ વિજળીનો ઉપયોગ કૂવામાંથી પાણી ખેંચવા, ટપક સિંચાઇ પદ્ધતિ અને ફૂવારા પદ્ધતિ માટે કરી રહ્યા છે. આ વર્ષે પ્રતિકભાઈ મરચાં તથા શાકભાજીની ખેતી કરી રહ્યાં છે.
મહીસાગરમાં ખેડૂતે સોલાર પેનલથી પિયત વ્યવસ્થા વિકસાવી - ખેડૂતે સોલાર પેનલથી પિયત વ્યવસ્થા વિકસાવી
મહીસાગરઃ લુણાવાડાના મધવાસ ગામના પ્રતિકભાઈ પટેલને ખેતી પાકોમાં પિયત પદ્ધતિ માટે સોલાર પેનલ લગાવી કૂવામાંથી પાંચ હોર્સ પાવરની મોટર વડે પિયત પદ્ધતિ અપનાવી સામાન્ય તેમજ બાગાયતી ખેતી કરી રહ્યાં છે. પ્રગતિશીલ ખેડૂત અને આધુનિક ખેત પદ્ધતિ અપનાવી બાગાયતી અને અન્ય ખેતી કરતા પ્રતિકભાઈ ખેડૂતો માટે નવી રાહ ચિંધી રહ્યા છે.
પ્રતિકભાઇ જણાવ્યું કે, સરકારની આ યોજના ખૂબ જ સારી છે. અગાઉ તે જમીનમાં પૂરેપૂરી સિંચાઈ કરી શકતા ન હતા, પરંતુ સરકારની યોજના અંતર્ગત MGVCLના માર્ગદર્શન હેઠળ માત્ર રૂા. 25૦૦૦/-ભરીને પાંચ હોર્સ પાવર સોલાર પંપ કનેક્શન મેળવ્યું હતું. આ સોલાર પંપને લીધે જમીનમાં પિયત વિસ્તાર વધ્યો છે. વીજળી બીલમાંથી કાયમી છુટકારો મળ્યો છે. યોજના અંતર્ગત પાંચ વર્ષની મેઈન્ટેન્સ ગેરંટી પણ હોવાથી કોઈ મુશ્કેલી થાય તો, તરત જ કંપની દ્વારા રીપેર કરી આપવામાં આવે છે. રાત્રે વન્ય પ્રાણીઓની અવર-જવર હોય તો ખેતી કરવામાં મુશ્કેલી આવતી હતી, પરંતુ સોલાર પંપ આવ્યા પછી દિવસે સિંચાઈ થઈ શકે છે. રાત્રે ખેતરે કામ કરવું પડતું ન હોવાથી પરિવાર સાથે આનંદથી રહી શકાય છે.
આ યોજના લાભ વધુ લોકોએ લેવો જોઈએ, જેથી ખેડૂતોને ખૂબ જ ફાયદો થાય છે. જીરો લાઇટ બીલ, ઓછું મેન્ટેન્સ આવે છે. બીજા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ લેવા પ્રોત્સાહિત થાય તેવી આશા છે.