ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા ફૂટ્યો ભાંડો બાલાસિનોરઅત્યાર સુધી નકલી પોલીસ બનીને લોકો સાથે તોડપાણી કરતા અનેક આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે હવે મહીસાગરમાંથી આવો જ એક આરોપી ઝડપાયો હતો. જિલ્લાના બાલાસિનોર પોલીસ સ્ટેશનની હદમાં હાઈવે પર આરોપી પોતે પોલીસ હોવાનો ખોટો રોફ જમાવતો હતો. સાથે જ વાહનચાલકને રોકી તોડ કરતો હતો. ફરિયાદીએ કરેલી અરજીમાં આ ઠગની કારની નંબરપ્લેટનો ફોટો આપવામાં આવ્યો હતો, જેના આધારે બાલાસિનોર પોલીસે નકલી પોલીસ બનીને રોફ જમાવી તોડ કરતા ઠગ રૂપસિંહ ગઢવીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોપોલીસ બનીને રોફ જમાવવાનો શોખ પડ્યો મોંઘો
કારચાલક વિરૂદ્ધ નોંધાઈ હતી ફરિયાદબાલાસિનોરના ફાગવેલ ગામ પાસેથી મહીસાગર જિલ્લાની હદમાં બાઈક પર સવાર લોકોને રોકી પોલીસની ઓળખ આપી લોકો સાથે ઠગાઈ થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. સુનિલ મકવાણા નામના નાગરિકે ફરિયાદ કરી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે, નકલી પોલીસ પોતાની કાર, બાઈકને ઓવરટેક કરી બાઈક રોકવી અને ગાડીના કાગળ માગ્યા અને બંને બાઈકસવાર પાસેથી અંગજડતી કરતા બાઈકસવારો પાસેથી 11,000 રૂપિયા લઈ લીધા હતા. સાથે જ પોલીસ સ્ટેશન આવવાનું કહી અને કાર લઈ ફરાર થઈ ગયો હતો.
ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા ફૂટ્યો ભાંડોઆ બાબતે સુનિલ મકવાણા તેમ જ તેમની સાથે રહેલા અન્ય એક વ્યક્તિ સાથે પોલીસ સ્ટેશન ગયા હતા અને સુનિલ મકવાણાએ તેમના મોબાઈલમાં પાડેલો કારનો ફોટો પોલીસ સ્ટેશનમાં બતાવતા આવો કોઈ જ શખ્સ પોલીસ સ્ટેશનમાં ન હોવાની વિગત બહાર આવી હતી, જેથી GJ 7 DB 9466 નંબરની કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વાંચોસુરતમાં નકલી મહિલા DCPની અસલી પોલીસે કરી ધરપકડ, ઘરમાં ઘૂસી લૂંટવાનો હતો પ્લાન
પોલીસે નોંધી FIRબાતમી મળતા પોલીસે ધરપકડ કરી બાદ બાલાસિનોર પોલીસે FIR નોંધી તપાસનો દોર શરૂ કર્યો હતો અને કારના નંબર પરથી તેમજ પોલીસને બાતમી મળી હતી કે, આરોપી બાલાસિનોર તરફ આવવા નીકળેલા છે અને મળેલી બાતમીના આધારે નાકાબંધી કરી નકલી પોલીસ રૂપસિંહ ગઢવીને ઝડપી લીધો હતો. પોલીસે તેની ઓળખ પરેડ કરી હતી. રૂપસિંહ ગઢવી જ નકલી પોલીસ બની વાહન ચાલકોને લૂંટતો હતો. તે બાબતની યોગ્ય તપાસ કરી રૂપસિંહ ગઢવીની ધરપકડ કરી આ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મંજૂર કરાવી આગળની તપાસ હાથ ધરી છે.
અગાઉ કેટલા ગુના કર્યા તેનો ભેદ ખુલશે ત્યારે હવે તે જોવું રહ્યું કે, આ અગાઉ પણ કેટલા વાહનચાલકોને પોલીસ બનીને લૂંટ્યા હશે. તે પોલીસ તપાસમાં બહાર આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રૂપસિંહ ગઢવી સામે સેવાલિયા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019માં નકલી RTO ઈન્સપેક્ટર બની રોફ જમાવી રોડ પરથી પસાર થતા વાહનચાલકોને વાહન ચેકીંગના બહાને ઠગતો હતો.
વાહન ચેકિંગના બહાને લૂંટ આ અંગે DySP પી. એસ. વળવીએ જણાવ્યું હતું કે, સુનિલ મગનભાઈ મકવાણા અને તેમના બનેવી સાથે મોટરસાયકલ પર વડદલા ગામની સીમમાંથી રોડ પરથી પસાર થતાં હતા. તે વખતે આઈટેનના ચાલક GJ 7 ડીબી 9466ને રોડ પર ઊભા રાખી વાહન ચેકિંગ કરવાના બહાને મોટરચાલકને ઊભા રાખ્યા હતા. તેઓ પોલીસવાળા છે એમ કહીને વાહનચાલકના 11,000 પડાવી લીધા હતા. આરોપીઓ નીકળી ગયા પછી ફરિયાદીએ આરોપીની ગાડીનો ફોટો ખેંચ્યો હતો.
આરોપીને પોલીસે ચખાડી મજા આ ગાડી ટ્રેસ કરતા ગાડીનો વાહનચાલક અને આરોપી રૂપસિંહ જેસંગભાઈ ગઢવી, ઉમિયાપાર્ક કપડવંજના વતની હોવાનું સામે આવ્યું હતું. તેઓ અગાઉ પણ સેવાલિયા પોલીસ સ્ટેશનના RTO ઈન્સ્પેક્ટર હોવાના બહાને વાહનચાલકો પાસેથી પૈસા બળજબરી કઢાવી લીધા હતા. તેના પર ગુનો દાખલ થયેલો છે. આ આરોપી પોલીસ અને RTO હોવાના બહાના હેઠળ વાહન ચાલકો છે. એમની પાસેથી પૈસા પડાવી લે છે.