લુણાવાડાઃ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરાનાનું સક્રમણ અટકાવવા લોકડાઉન 4 ચાલી રહ્યું છે. કોરોનાના સક્રમણને અટકાવવાના પ્રાયસની સાથે સાથે અર્થતંત્રને પણ વેગ આપવો જરૂરી છે. જેથી રાજ્ય સરકાર દ્વારા અર્થતંત્રને વેગવતું બનાવવા માટે લોકડાઉનના ચોથા તબક્કામાં ધંધા રોજગાર તેમજ નાના મોટા કારખાના શરૂ કરવાની છૂટછાટ આપવામાં આવી છે. જે અંતર્ગત મહીસાગરના લુણાવાડામાં પંચમહાલ ટ્રેલર કારખાનું શરૂ થયેલ છે. આ કારખાનામાં કૃષીને લગતા ઓજાર તેમજ ટ્રેક્ટરની ટ્રોલી બનાવવામાં આવે છે. કારખાનામાં કામ કરતા કારીગરો સરકારના નિયમ મુજબ માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને કામગીરી કરી રહ્યા છે.
મહીસાગરઃ લુણાવાડામાં કૃષિ ઓજાર અને ટ્રેક્ટરની ટ્રોલી બનાવતા કારખાનાઓનો ધમધમાટ શરૂ
રાજ્યના અર્થતંત્રને વેગવતું બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનના ચોથા તબક્કામાં નાના મોટા કારખાના શરૂ કરવા માટે છૂટછાટ આપવામાં આવી છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલ કૃષિ ઓજાર અને ટ્રેક્ટરની ટ્રોલી બનાવતા નાના કારખાનાનો ધમ ધમાટ ફરી શરૂ થયો છે. કારખાના શરૂ થતાં કારીગરોને રોજગારી મળવાની શરૂઆત થતાં રાજ્ય સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે.
લુણાવાડામાં કૃષિ ઓજાર અને ટ્રેક્ટરની ટ્રોલી બનાવતા કારખાનાઓનો ધમધમાટ શરૂ
કારખાનું શરૂ થતાં કારખાનામાં કામ કરતા કારીગરોને રોજગારી મળવાનું શરૂ થઈ ગયું છે. રોજગારી મળવાની શરૂઆત થતા કામદારો પણ ખુશ છે અને સરકાર દ્વારા લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે તેના માટે સરકારનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે.