મહીસાગર: જિલ્લાના બાલાસિનોરની આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ ખાતે ગોવિંદગુરુ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનો પ્રારંભ થયો હતો. જેમાં B.com માં 120, M.com માં 104 અને MSW માં 32 મળીને કુલ 263 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠાં હતાં. પરીક્ષા કેન્દ્ર પર તમામ વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રીનીંગ, સેનેટાઈઝરનો ઉપયોગ કરી અને ફરજીયાત માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવ્યું હતું.
મહીસાગરમાં કોરોનાના સંકટ વચ્ચે આજથી ગોવિંદગુરુ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનો પ્રારંભ
મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં કોરોના સંકટ વચ્ચે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી પરીક્ષાનો પ્રારંભ થયો હતો. યુનિવર્સિટીમાં લેવાતી B.com, M.com અને MSW વિભાગની પરીક્ષાઓ જિલ્લાના બાલાસિનોરમાં આવેલ આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ, બાલાસિનોર ખાતે યોજાઈ હતી.
મહીસાગર
આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં હોમીયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓમાં કોરોનાનો ભય ઉભો ન થાય તે માટેની તમામ પ્રકારની વ્યવસ્થા કોલેજના પ્રસાશન દ્વારા કરવામાં આવી હતી.