ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં ચૂંટણી કર્મચારીઓને EVM-VVPET મશીનની કરાઈ ફાળવણી

મહીસાગર: જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા નિમેલા સ્ટાફ કર્મચારીઓને તેમના વિસ્તારના બુથ હુકમો અને સાથે EVM-VVPET મશીન ફાળવવામાં આવ્યા હતા. બાલાસિનોરની કરૂણાનિકેતન હાઈસ્કૂલ ખાતે જિલ્લાના મત વિસ્તારના પોલિંગ ઓફિસર, મહિલા પોલિંગ ઓફિસર, આસી. પ્રિસાઈડીંગ ઓફિસર, પ્રિસાઈડીંગ ઓફિસર તેમજ બૂથ લેવલના ચૂંટણી કર્મચારીઓને તેમના હુકમો અને EVM-VVPET મશીન આપી જરૂરી સમજ આપવામાં આવી હતી.

મહીસાગરમાં EVM-VVPET મશીનની કરાઈ ફાળવણી

By

Published : Apr 23, 2019, 4:00 AM IST

બુથ સ્થળ પર કર્મચારીઓ સમયસર EVM-VVPET મશીન સાથે પહોંચી શકે તે માટે ચૂંટણીપંચ દ્વારા ખાનગી બસ અને વાહનોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવી ગોઠવણી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવી છે.

મહીસાગરમાં EVM-VVPET મશીનની કરાઈ ફાળવણી

જિલ્લામાં 18-પંચમહાલ સંસદીય વિભાગના 121-બાલાસિનોર વિધાનસભા વિસ્તારમાં 138416 - પુરુષો અને 128342- સ્ત્રીઓ, 06- અધર્સ, 523- દિવ્યાંગ મળીને કુલ 266764 મતદારો નોંધાયા છે. જ્યારે 122-લુણાવાડા મતદાર વિભાગમાં 137785 પુરૂષ મતદારો,130812- સ્ત્રી મતદાર અને 03- અધર્સ, 629 - દિવ્યાંગ મતદારો મળીને કુલ 268600 મતદારો છે. તેમજ 19 -દાહોદ સંસદીય વિસ્તારના 123- સંતરામપુર વિધાનસભા વિસ્તારના વિભાગમાં 111064 - પુરુષ મતદારો, 105211- સ્ત્રી મતદારો, 04-અધર્સ, 489 - દિવ્યાંગ મતદારો મળીને કુલ 216279 મતદારો નોંધાયેલા છે. જેમા ત્રણેય વિધાનસભા વિભાગમાં 387265-પુરૂષ, 364365 સ્ત્રી મતદારો, 13- અધર્સ, 1641- દિવ્યાંગ મળીને કુલ જિલ્લામાં 751643 મતદારો નોંધાયેલા છે.

ABOUT THE AUTHOR

...view details