ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર: બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેકટર સહિત કર્મચારીઓએ સામુહિક શપથ ગ્રહણ કર્યા

મહીસાગરમાં 26 મી નવેમ્બર બંધારણ દિવસની ઉજવણીમાં જિલ્લા કલેકટર સહિત કર્મચારીઓએ સામુહિક શપથ ગ્રહણ કર્યા હતાં.

Mahisagar
Mahisagar

By

Published : Nov 27, 2020, 2:03 PM IST

  • 26 નવેમ્બરને રાષ્ટ્રભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે
  • અધિકારીઓ-કર્મચારીઓએ બંધારણના આમુખના સમૂહ પઠનમાં જોડાઇને સામુહિક શપથ ગ્રહણ કર્યા
  • જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી
  • બેઠકમાં સંવિધાન-બંધારણ આમુખ ઉપર ગહન ચર્ચા કરવામાં આવી

લુણાવાડાઃ લોકતંત્રમાં સંવિધાન-બંધારણ સર્વોપરિ હોઇ તેની રક્ષા કરવી એ આપણું કર્તવ્ય છે. આપણા બંધારણના ઉદેશો સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા જળવાઇ રહે તો જ લોકશાહી પ્રબળ અને મજબૂત બને તેવો ધ્યેય રાખીને લોકો માટે, લોકો વડે, લોકો થકી આ લોકતંત્રની બંધારણની ગરિમા આપણે સૌએ વધારવાની છે.

આમુખ સમૂહ પઠનનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014 થી તા. 26 નવેમ્બરને રાષ્ટ્રભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવાની શરૂ કરેલી પરંપરા અંતર્ગત ગુરુવારે જિલ્લા કલેકટર આર.બી.બારડે જિલ્લા કલેકટરના પટાંગણમાં તથા જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ જિલ્લા પંચાયત ખાતે તેમજ જિલ્લાની વિવિધ કચેરીઓ, એસ.ટી.ડેપો સહિત જિલ્લાએ તાલુકા મથકોએ આવેલા જિલ્લા-તાલુકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત સૌ એ બંધારણના આમુખના સમૂહ પઠનમાં જોડાયા હતાં.

કર્મચારીઓએ લીધા સામુહિક શપથ ગ્રહણ

દેશના બંધારણને વફાદાર રહી દરેકને અધિકારો મળે, સમાનતા મળે અને સ્વતંત્રતા મળે તે હેતુસર અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક બનાવવાનું અને દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, તક અને દરજ્જાની સમાનતા નિર્ધારિત કરવાનો તેમજ તેઓમાં વ્યક્તિનું ગૌરવ તેમજ દેશ પ્રત્યેની એકતા અને અખંડિતતાને ખાતરી આપતી બંધુતા વિકસાવવાનો દ્રઢતાપૂર્વક નિર્ણય કરીને તારીખ 26 મી નવેમ્બર, 1949 ના રોજ આ બંધારણ સભામાં આ બંધારણ અપનાવીને પોતાની જાતને સમર્પિત કરવાના કર્મચારીઓએ સામુહિક શપથ ગ્રહણ કર્યા હતા.

ત્યારબાદ જિલ્લા કલેકટર આર. બી. બારડના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંવિધાન-બંધારણ આમુખ ઉપર ગહન ચર્ચા કરવામાં આવી હતી. જયારે ઉપસ્થિત અધિકારીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર આર. આર. ઠકકર સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details