મહીસાગરમાં EMMC-MCMC સેન્ટરની ચૂંટણીખર્ચ નિરીક્ષકે લીધી મુલાકાત - MCMC
મહીસાગરઃ લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ભારતીય ચૂંટણી પંચના આદેશ અનુસાર શરૂ કરવામાં આવેલા EMMC અને મીડિયા સેન્ટરની ચૂંટણીખર્ચ નિરીક્ષક એ. શક્થિએ રૂબરુ મુલાકાત લઇ જરૂરી સૂચનો કર્યા હતા.

mahisagar
લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત મહીસાગર જિલ્લાના બાલાસિનોર અને લુણાવાડા લોકસભાની સંસદીય બેઠકમાં સમાવિષ્ટ વિધાનસભા મતદાર વિભાગ માટે નિમાયેલા ચૂંટણીખર્ચ નિરીક્ષક એ.શક્થિએ રૂબરુ મુલાકાત કરી હતી. તેમણે જિલ્લા સેવા સદન મહીસાગર લુણાવાડા ખાતે કાર્યરત ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેન્ટર અને મીડિયા સેન્ટરની મુલાકાત લઈ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાની ચેનલ દ્વારા રાઉન્ડ ધ ક્લોક થઈ રહેલા મોનિટરિંગની મુલાકાત લઈ વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.
ચૂંટણી ખર્ચ નિરીક્ષકે ચેનલોના કરવામાં આવતા મોનિટરની માહિતી મેળવીને જાહેરાતના ભાવ તથા ખર્ચને લગતી વિગતો મેળવીને કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. આ વખતે એક્સપેન્ડીચર મોનિટરીંગ નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, નોડલ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે. કે. જાદવ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તા, નોડલ મીડિયા અધિકારી અને સહાયક માહિતી નિયામક સુરેન્દ્ર બળેવીયા, જિલ્લા માહિતી કચેરીના અને EMMC અને MCMC મોનિટરિંગ કરતા કર્મચારી મફત ભોઇ અને ઘનશ્યામસિંહ વિરપરાએ સમગ્ર કામગીરીની વિગતોથી ચૂંટણી ખર્ચ નિરીક્ષકને માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત ચૂંટણી ખર્ચ નિરીક્ષકે મીડિયા સેન્ટરમાં પ્રદર્શિત કરાયેલા વિવિધ ચૂંટણીલક્ષી માહિતીની જાણકારી મેળવી હતી.