ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરતા લોકોને CCTVની મદદથી ઇ-ચલણ

જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં પણ વિશ્વાસ પ્રોજેક્ટ કાર્યરત થઈ ગયો છે. આ પ્રોજેકટ અંતર્ગત લુણાવાડા શહેરમાં લગાવામાં આવેલા CCTV કેમેરાની મદદથી ટ્રાફિક જંક્શન ઉપર મોનીટરીંગ કરી ટ્રાફિકના નિયમનો ભંગ કરતા લોકોને લુણાવાડા પોલીસ દ્વારા ઇ-મેમો ઇસ્યુ કરવામાં આવ્યા છે.

ટ્રાફિકના નિયમનો ભંગ કરતા લોકોને CCTVની મદદથી ઇ-ચલણ
ટ્રાફિકના નિયમનો ભંગ કરતા લોકોને CCTVની મદદથી ઇ-ચલણ

By

Published : Feb 19, 2020, 12:28 PM IST

મહીસાગર : જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં પણ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લુણાવાડા શહેરમાં કુલ 14 મુખ્ય સ્થળો પર 49 CCTV કેમેરા લગાવામાં આવ્યા છે. જેમાં 31 ફિક્સ સરવેલન્સ કેમેરા, 06 PTZ એટલે કે પેન ટીલ્ટ અને ઝૂમ કેમેરા તેમજ 12 ANPR એટલે કે ઓટોમેટિક નંબર પ્લેટ રેકોગ્નિઝશન કેમેરા લગાવામાં આવ્યા છે.

ટ્રાફિકના નિયમનો ભંગ કરતા લોકોને CCTVની મદદથી ઇ-ચલણ

આ તમામ કેમેરાનું મોનીટરીંગ લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આવેલા પોલીસ તાલીમ કેન્દ્ર પર મહીસાગર જિલ્લાની પોલિસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. લુણાવાડા શહેરમાં CCTV કેમેરા કાર્યરત થતા લુણાવાડા શહેરમાં લગાવામાં આવેલા CCTV કેમેરાની મદદથી ટ્રાફિક જંક્શન ઉપર મોનીટરીંગ કરી ટ્રાફિકના નિયમનો ભંગ કરતા લોકોને લુણાવાડા પોલીસ દ્વારા ઇ-મેમો ઇસ્યુ કરવામાં આવી રહેલા છે.

મહીસાગર પોલીસ દ્વારા ટ્રાફિકનો ભંગ કરતા લોકોને તેમના ઘરના સરનામે ઇ-મેમો ઇસ્યુ કરી ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરવા બદલ દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ દ્વારા 10 લોકોને ટ્રાફિકનો ભંગ કરવા બદલ ઇ-મેમો પણ ઇસ્યુ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details