મહીસાગરઉપરવાસના બજાજ સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા (Water released from Bajaj Sagar Dam) કડાણા ડેમમાં પાણીની આવક વધી (Water Income in Kadana Dam) છે. કડાણા ડેમમાં પાણીની આવક થતાં ડેમના 12 દરવાજા 8 ફૂટ સુધી ખોલી કાઢી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. અત્યારે રાજસ્થાનના માહી બજાજ સાગર ડેમમાંથી 1,63,000 ક્યૂસેક પાણી છોડતા કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે.
આ પણ વાંચોડેમ ઓવરફ્લૉ થતાં જોવા મળ્યો રમણીય નજારો
ગામો એલર્ટ પર એટલે હવે મહીસાગર નદી 2 કાંઠે વહેતી જોવા મળી છે. આથી જિલ્લાનાં નીચાણવાળા પૂલો ડૂબી જવાના કારણે તંત્ર દ્વારા નીચાણવાળા 129 ગામોને એલર્ટ (Alert to Mahisagar villages) કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી 700 લોકોનું સ્થળાંતર
પૂલ પર બંદોબસ્ત ગોઠવાયો ઉપરવાસમાંથી પાણી છોડાતા કડાણા ડેમમાં પાણીની આવકમાં (Water Income in Kadana Dam) ધરખમ વધારો નોંધાયો છે. આથી મહીસાગર નદી બે કાંઠે વહેતી જોવા મળી છે. તો રૂલ લેવલ મેઈન્ટેઈન કરવા કડાણા ડેમમાંથી પાણી છોડવાની ફરજ (Water released from Bajaj Sagar Dam) પડી છે. જ્યારે કડાણા ડેમમાંથી 2,30,000 ક્યૂસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવતા જિલ્લાના નીચાણ વાળા પૂલો ડૂબી જવાના કારણે તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.