ગુજરાત

gujarat

ETV Bharat / state

Drugs Seized Mahisagar : લસણની બોરીઓની આડમાં કરાતી હતી પોશ ડોડાની હેરાફેરી, કોનો હતો જથ્થો? - મહીસાગર એસઓજી

મહીસાગર જિલ્લા પોલીસની ટીમોએ 27 લાખથી વધુની કિંમતની 46 જેટલી બોરી પોશ ડોડાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. લસણની બોરીઓની આડમાં પોશના ડોડાનો જથ્થો (Drugs Seized Mahisagar )સંતાડેલો મળી આવ્યો હતો. આ જથ્થો મધ્યપ્રદેશથી રાજસ્થાન તરફ લઈ જવાતો હતો.

Drugs Seized Mahisagar : લસણની બોરીઓની આડમાં કરાતી હતી પોશ ડોડાની હેરાફેરી, કોનો હતો જથ્થો?
Drugs Seized Mahisagar : લસણની બોરીઓની આડમાં કરાતી હતી પોશ ડોડાની હેરાફેરી, કોનો હતો જથ્થો?

By

Published : Jun 15, 2022, 3:33 PM IST

મહીસાગર- મહીસાગર જિલ્લાના સંતરામપુર પાસે વાઝિયા ખૂટ ચોકડી પાસે મહીસાગર જિલ્લા સંતરામપુર પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જે દરમ્યાન શંકાસ્પદ ગાડી જણાઈ હતી. જેનું ચેકીંગ કરવામાં આવતા તેમાં લસણની બોરીઓની આડમાં પોશના ડોડાનો જથ્થો (Drugs Seized Mahisagar )મળી આવતા એક આરોપીની ધરપકડ કરી મહીસાગર જિલ્લા SOG (Mahisagar SOG ) અને LCB સહિતની ટીમોએ વધુ તપાસ હાથ ધરી છે.

પોશ ડોડાનો જથ્થો મધ્યપ્રદેશથી રાજસ્થાન તરફ લઈ જવાતો હતો

આ પણ વાંચોઃકેફિ દ્રવ્યોની શિતળતામાં યુવાનોને ખાલવતી 'શિતલ આંટી'ના કાળા કરતૂત

ચેકીંગમાં પકડાયું - સંતરામપુર પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ વાહન ચેકીંગ (Santrampur Police Checking ) દરમ્યાન શંકાસ્પદ ગાડી જણાઈ આવતા ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમ્યાન શંકાસ્પદ હાલતમાં પીકઅપ ડાલુ જણાઈ આવતા તેમાં તપાસ કરતા લસણની બોરીઓની આડમાં અફીણ પોશના ડોડાનો જથ્થો (Drugs Seized Mahisagar )સંતાડેેલો મળી આવ્યો હતો.

આ પણ વાંચોઃ લાખણી તાલુકામાં 106 કિલ્લો પોષ ડોડાનો જથ્થો ઝડપાયો

27 લાખની કિંમત -પિકઅપ ડાલામાં 27 લાખથી વધુની કિંમતની 46 જેટલી બોરી અફીણના પોશ ડોડાજથ્થા સાથે એક આરોપી રાજુને (Arrest of accused with drugs ) ઝડપી પાડવામાં આવ્યો હતો. આ જથ્થો મધ્યપ્રદેશથી રાજસ્થાન તરફ લઈ જવાતો હતો. આ જથ્થો (Drugs Seized Mahisagar )કોને આપવાનો હતો તે બાબતની વધુ તપાસ મહીસાગર SOG (Mahisagar SOG )અને LCB સહિતની ટીમોએ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details