ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર: કડાણાના કન્ટેનમેન્ટ વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે, આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું - આયુર્વેદિક ઉકાળા

લુણાવાડા કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદિક ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું..

મહીસાગરઃ  કડાણાના કન્ટેન્ટમેંટ વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે, આયુર્વેદિક ઉકાળાનું કરાયુ વિતરણ
મહીસાગરઃ કડાણાના કન્ટેન્ટમેંટ વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે, આયુર્વેદિક ઉકાળાનું કરાયુ વિતરણ

By

Published : Jul 31, 2020, 7:47 PM IST

મહીસાગરઃ લુણાવાડા કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરત પણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.

કડાણા તાલુકાના પ્રાથમિક આરોગ્યદ કેન્દ્રે, મુનપુરના હેલ્થ એન્ડ્ વેલનેસ કેન્દ્ર, કડાણા-1ની આરોગ્ય ટીમ દ્વારા તાલુકા લાયઝન અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા હેલ્થય ઓફિસરના માર્ગદર્શન હેઠળ કડાણા ગામના કન્ટેન્ટમેંટ વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે દરમિયાન ILI, સારી અને કોમોર્બિડ સર્વે કરવામાં આવ્યું હતું. તેમજ રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય તે માટે આયુર્વેદિક ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું..

આ ઉપરાંત તમામને જરૂરી આરોગ્યલક્ષી સૂચનાઓ આપી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા તેમજ ફરજિયાત માસ્કનો ઉપયોગ કરવા, વારંવાર સાબુથી હાથ ધોવા, અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સમજાવવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details