મહિસાગરઃ જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં ખ્યાતનામ હોસ્પિટલમાં અસહ્ય તાવથી પીડિત એક દાદા પોતાની પૌત્રીને લઈને જ્યારે હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે, આયુષ હોસ્પિટલ કલાકો સુધી રાહ જોવડાવીને ઇલાજ નહિ થઇ શકે તેવું કહેવામાં આવતા વાલાભાઈ પોતાની પૌત્રીને જલારામ હોસ્પિટલ ગયા પરંતુ, પોતાની માનવતા નેવે મૂકીને કાર્ય કરતા ડોક્ટરે દવા કરી નહીં, ત્યારબાદ નિસહાય વાલાભાઈ સહાય મળશે એવી આશાએ ચિરાયુ હોસ્પિટલમાં ગયા પરંતુ ત્યાં પણ ડોક્ટર દ્વારા દવા ન કરીને અમદાવાદ લઈ જવા માટે કહ્યું.
મહીસાગરમાં ડોક્ટરોએ માનવતા ન દાખવી, SPએ કરી મદદ - corona letest news
મહિસાગરના મુખ્ય મથક લુણાવાડામાં ખ્યાતનામ હોસ્પિટલમાં અસહ્ય તાવથી પીડિત દાદા પોતાની પૌત્રીનેલઈને જ્યારે હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે આયુષ હોસ્પિટલના સ્ટાફે કલાકો સુધી રાહ જોવડાવી હતી.
સમગ્ર ઘટનાની જાણ મહિસાગર જિલ્લા SP સાહેબને ધ્યાનમાં આવતા ડોક્ટર પાસે ચાલુ કોન્ફ્રન્સ સાથે વાત કરીને તાત્કાલિક દવા ચાલુ કરાવી હતી.
સમગ્ર દેશ અત્યારે કોરોના સામે ઝઝૂમી રહ્યો છે, ત્યારે લાખો લોકો તન-મન-ધનથી પોતાની સેવાઓ આપી રહ્યા છે. લોકડાઉનના પગલે અનેક લોકો હેરાન થઈ રહ્યા છે. સેવાભાવિ ડોક્ટરો પોતાની પ્રેક્ટિસ છોડી જીવના જોખમે મદદ કરી રહ્યા છે, પરંતુ હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા કરવામાં આવેલા વર્તન સામે ફોજદારી ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આવા વિકટ સમયે પોતાની ફરજ ચૂકેલા ડોક્ટરો અને હોસ્પિટલ લઈને આખા પંથકમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.