ગુજરાત

gujarat

ETV Bharat / state

બાલાસિનોરમાં કોવિડ-19 હોસ્પિટલમાં સુવિધાઓના અભાવથી ડૉક્ટર અને નર્સ રસ્તા પર ઉતર્યા - Hospital in Balasinor (Covid-19) for treatment

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર આપનારા ડૉક્ટર અને નર્સ સરકારની ગાઈડ લાઈન મુજબ 14 દિવસ કરતા વધુ ફરજ બજાવી હોવા છતાં રજા ન મળી નથી અને આ ઉપરાંત અમૂક સુવિધાઓના અભાવને કારણે હોસ્પિટલ છોડી રસ્તા પર ઉતર્યા હતા.

બાલાસિનોરમાં કોવિડ-19 હોસ્પિટલમાં સુવિધાઓના અભાવથી ડૉક્ટર અને નર્સ રસ્તા પર ઉતર્યા
બાલાસિનોરમાં કોવિડ-19 હોસ્પિટલમાં સુવિધાઓના અભાવથી ડૉક્ટર અને નર્સ રસ્તા પર ઉતર્યા

By

Published : May 3, 2020, 5:11 PM IST

મહીસાગર: સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના વાઇરસના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કન્ટેનમેન્ટ વિસ્તારમાં પોલીસ, ડૉક્ટર, નર્સ, તેમજ અનેક સેવાકીય સંસ્થાઓના લોકો સેવા આપી રહ્યા છે.

મહીસાગર જિલ્લામાં બાલાસિનોર (કોવિડ-19) KMG હોસ્પિટલમાં કોરોના વાઇરસ ડૉક્ટર અને નર્સ હોસ્પિટલ છોડી રસ્તા પર આવી ગયા છે. તેઓની માગ એ છે કે સરકારની ગાઈડ લાઈન મુજબ 14 દિવસ કરતા વધુ ફરજ બજાવી હોવા છતાં રજા ન અપાતા તથા કેટલીક અગવડતાને લઈ હોસ્પિટલ છોડી રસ્તા પર ઉતર્યા હતા.

બાલાસિનોરમાં કોવિડ-19 હોસ્પિટલમાં સુવિધાઓના અભાવથી ડૉક્ટર અને નર્સ રસ્તા પર ઉતર્યા

મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે કોરોના સારવાર અર્થે બાલાસિનોરમાં (કોવિડ-19) હોસ્પિટલ નગરની KMG હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવી છે. જેમાં સારવાર આપનારા ડૉક્ટર અને નર્સ રવિવારે પોતાની માગને લઈને હોસ્પિટલ છોડી રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમનું કહેવું છે કે, સરકારની ગાઈડ લાઈન મુજબ 14 દિવસ કરતા વધુ ફરજ બજાવી હોવા છતાં અમોને રજા આપતા નથી.

ડૉક્ટર અને અન્ય કર્મચારીને એક જ હોલમાં રાખવામાં આવે છે. તેમજ કર્મચારી માટે પીવાના પાણી અને જમવાની કોઈ વ્યવસ્થા નથી. આવી તમામ અગવડતાને લઈ ડૉક્ટર અને નર્સ હોસ્પિટલ છોડી વિરોધ સાથે ગેટ પર આવી ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details