મહીસાગરઃ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર દ્વારા અનેકવિધ પગલા લેવામાં આવી રહ્યા છે.
લુણાવાડા નગરપાલિકા દ્વારા જિલ્લા સેવા સદન કચેરી સેનેટાઈઝ કરાઈ
મહીસાગર જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર દ્વારા અનેકવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા સેવા સદનને સેનેટાઇઝ કરવાની કામગીરી લુણાવાડા નગરપાલિકાના ફાયરવિભાગ દ્વારા કરવામાં આવી છે.
લુણાવાડા નગરપાલિકા દ્વારા જિલ્લા સેવાસદન કચેરી સેનેટાઈઝ કરાઈ
જિલ્લામાં હાલમાં જનસેવા કેન્દ્રો બંધ કરવામાં આવ્યાં છે, પરંતુ જિલ્લા સેવા સદન ખાતે આવશ્યક સેવાઓને અનુલક્ષી કોરોના વોરિયર્સ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નાગરિકોની આવનજાવન થતી હોય છે, તે બાબતે સાવધાનીને ધ્યાને રાખી કોરોનાનું સંક્રમણ અટકે તે હેતુસર રવિવારે રજાના દિવસે જિલ્લા સેવા સદનને સેનેટાઇઝ કરવાની કામગીરી લુણાવાડા નગરપાલિકાના ફાયરવિભાગ દ્વારા કરવામાં આવી છે.
જેમાં કચેરીના વિવિધ વિભાગોને પાલિકા કર્મીઓએ ફાયરફાઈટર દ્વારા સેનેટાઇઝ કર્યા હતા.