ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરઃ જિલ્લા પોલીસ તેમજ "તથાતા" દ્વારા રાહદારીઓ માટે આરો પાણીની પરબ "તરસ"નો શુભારંભ - Mahisagar news

ઉનાળાના દિવસોની શરૂઆત થવાની તૈયારી છે, ત્યારે ઉનાળામાં લુણાવાડા શહેરના રાહદારીઓને પીવાના પાણીની તકલીફ ન પડે અને રાહદારીઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવા ઉદ્દેશથી મહીસાગર જિલ્લા પોલીસ તેમજ "તથાતા" ફાઉન્ડેશન દ્વારા હાઇવે ચાર રસ્તા અને પોલીસ ચોકી ખાતે આરો પાણીની પરબ "તરસ"નો જિલ્લા પોલીસ વડા ઉષા રાડા દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો.

જિલ્લા પોલીસ તેમજ "તથાતા" દ્વારા રાહદારીઓ માટે આરો પાણીની પરબ "તરસ"નો શુભારંભ
જિલ્લા પોલીસ તેમજ "તથાતા" દ્વારા રાહદારીઓ માટે આરો પાણીની પરબ "તરસ"નો શુભારંભ

By

Published : Mar 12, 2020, 4:25 PM IST

Updated : Mar 12, 2020, 5:21 PM IST

મહીસાગરઃ ઉનાળાના દિવસોની શરૂઆત થવાની તૈયારી છે, ત્યારે ઉનાળામાં લુણાવાડા શહેરના રાહદારીઓને પીવાના પાણીની તકલીફ ન પડે અને રાહદારીઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવા ઉદ્દેશથી મહીસાગર જિલ્લા પોલીસ તેમજ "તથાતા" ફાઉન્ડેશન દ્વારા હાઇવે ચાર રસ્તા અને પોલીસ ચોકી ખાતે આરો પાણીની પરબ "તરસ"નો જિલ્લા પોલીસ વડા ઉષા રાડા દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો.

મહીસાગરઃ જિલ્લા પોલીસ તેમજ "તથાતા" દ્વારા રાહદારીઓ માટે આરો પાણીની પરબ "તરસ"નો શુભારંભ

આરો પાણીની પરબનો શુભારંભ થતા આવનારા દિવસોમાં ઉનાળામાં લુણાવાડા શહેરના રાહદારીઓને પીવાના પાણીની તકલીફ પડશે નહીં અને રાહદારીઓને પીવાનું શુદ્ધ આરો પાણી મળી રહેશે. આ સમયે ઉનાળામાં પક્ષીઓને પણ પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે માટીના કુંડાઓનું પણ ઉપસ્થિત શહેરીજનોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી શહેરીજનો પોતાના ઘરના ધાબા પર કુંડાઓમાં પાણી ભરીને મૂકે અને જે પાણીનો ઉપયોગ પક્ષીઓ કરી શકે. આ કર્યક્રમમાં મહીસાગર જિલ્લા પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરી જનો ઉપસ્થિત રહ્યા હતા.

Last Updated : Mar 12, 2020, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details