ગુજરાત

gujarat

ETV Bharat / state

સંતરામપુરના કન્ટેઇનમેન્ટ ઝોનમાં કોરોના જનજાગૃતિ માટે પ્રાંત અધિકારીએ લીધી મુલાકાત

મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં કોરોના વાઇરસના સંક્રમણને લઇને પરિસ્થિતિની સમીક્ષા કરવા તેમજ કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેતા લોકોમાં કોરોના વિશે જાગૃતિ ફેલાવવાના પ્રયાસરૂપે પ્રાંત અધિકારીએ સંતરામપુર નગરપાલિકાના કન્ટેઇનમેન્ટ વિસ્તાર વણકરવાસ અને શિકારી ફળિયાની તથા મુખ્ય બજારની મુલાકાત લીધી હતી. જ્યાં તેમની સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પોલીસ સ્ટાફ પણ જોડાયા હતા.

સંતરામપુરના કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં કોરોના જનજાગૃતિ માટે પ્રાંત અધિકારીએ લીધી મુલાકાત
સંતરામપુરના કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં કોરોના જનજાગૃતિ માટે પ્રાંત અધિકારીએ લીધી મુલાકાત

By

Published : Jul 30, 2020, 5:05 PM IST

મહીસાગર: કોરોના મહામારીમાં મહીસાગર જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેક્ટર આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીના માર્ગદર્શન હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યકર્મીઓ સતત અવિરતપણે પોતાની ફરજ અદા કરી રહ્યા છે.

સંતરામપુરના કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં કોરોના જનજાગૃતિ માટે પ્રાંત અધિકારીએ લીધી મુલાકાત

આમ છતા હજુ નાગરિકો તેને ગંભીરતાથી નથી લઇ રહ્યા, જેને લીધે જિલ્લામાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. નાગરિકોમાં કોરોના મહામારીને લઇને જાગૃતિ આવે તેમજ કોરોના વાઇરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય તે હેતુથી પ્રાંત અધિકારીએ સંતરામપુર નગરપાલિકાના કન્ટેઇનમેન્ટ વિસ્તાર વણકરવાસ અને શિકારી ફળિયાની તથા મુખ્ય બજારની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત સમયે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પોલીસ વિભાગ પણ સાથે ઉપસ્થિત હતા.

પ્રાંત અધિકારીએ તેમની આ મુલાકાત દરમિયાન જનતાને અને દુકાનદારોને સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્કની ઉપયોગીતા અને સેનેટાઇઝરના ઉપયોગ વિશે તેમજ માસ્ક ન પહેર્યા વગર આવતા ગ્રાહકોને માલ ન આપવા તેમજ દુકાનમાં-લારી પર સોશિયલ ડિસ્ટઉન્સીંગનું પાલન થાય તે જોવા અને નાગરિકોને પણ માસ્ક પહેર્યા વગર બહાર ન નીકળવું, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા અને વારંવાર સાબુથી કે હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરી હાથ ધોવાઅંગે સમજ આપવામાં આવી હતી. તેમજ જેઓ હોમ કવોરેન્ટાઇન છે તેવા તમામ પરિવારોને ઘરની બહાર ન નીકળવા જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details