મહીસાગર : કોરોના વાઈરસની સ્થિતિના તકેદારીના ભાગરૂપે અગમચેતીના પગલાં ભરવામાં આવ્યા છે. મહીસાગર કલેક્ટરની સૂચના અને આરોગ્ય વિભાગના માર્ગદર્શનાં હેઠળ બાલાસિનોર KMG હોસ્પિટલ ખાતે તાત્કાલિક ધોરણે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ઇજારાદારોની ટીમ દ્વારા 50 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
બાલાસિનોરમાં 50 બેડનો આઇસોલેશન વોર્ડ, કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ લીધી મુલાકાત - મહિસાગર જિલ્લા કલેક્ટર
મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે યુદ્ધના ધોરણે આરોગ્ય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. બાલાસિનોરમાં 50 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ આઈસોલેશન વૉર્ડની મુલાકાત લઇ સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા.
![બાલાસિનોરમાં 50 બેડનો આઇસોલેશન વોર્ડ, કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ લીધી મુલાકાત district collector visited isolation ward in balasinor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6625389-440-6625389-1585753228095.jpg)
બાલાસિનોરમાં 50 બેડનો આઇસોલેશન વોર્ડ, કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ લીધી મુલાકાત
બાલાસિનોર KMG હોસ્પિટલ ખાતે તૈયાર કરાયેલા આ સ્પેશિયલ આઇસોલેશન વોર્ડમાં વેન્ટિલેટર, વ્હીલચેર, સ્ટ્રેચર અને ઓક્સિજન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
આજ રોજ મહીસાગર કલેકટર આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી અને જિલ્લા આરોગ્ય અધિકારી સ્વપ્નિલ શાહ દ્વારા આઇસોલેશન વોર્ડની મુલાકાત લેવામાં આવી હતી. આઈસોલેશન વૉર્ડમાં તૈયાર કરવામાં આવેલા સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી અને કલેકટર દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.