ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર આરોગ્ય તંત્ર દ્વારા 192 સગર્ભા મહિલાઓને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ

મહીસાગર આરોગ્યતંત્ર દ્વારા સગર્ભા મહિલાઓની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે ઉત્કૃષ્ટ પગલા લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા 192 સગર્ભા મહિલાઓને મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મહીસાગર આરોગ્ય તંત્ર દ્વારા 192 સગર્ભા મહિલાઓને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયુ
મહીસાગર આરોગ્ય તંત્ર દ્વારા 192 સગર્ભા મહિલાઓને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયુ

By

Published : Jun 3, 2020, 8:20 PM IST

મહીસાગર: જિલ્લામાં કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ આરોગ્ય તંત્ર દ્વારા આગામી ચોમાસાની ઋતુમાં થતા મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગો સામે રક્ષણાત્મક આરોગ્યલક્ષી પગલાં લઈ તેને લગતી કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.

જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારીની નિગરાની હેઠળ કડાણા તાલુકાના માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.નીલય કસ્બાતી અને તેમની આરોગ્ય ટીમ દ્વારા તેમના તાબાના 8 આરોગ્ય સબસેન્ટરમાં 24 જેટલા ગામોમાં મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગો સામે સગર્ભા મહિલાઓને સુરક્ષિત રાખી શકાય તે માટે આરોગ્ય ટીમ દ્વારા તાબાના ગામોમાં ઘરે ઘરે જઈ 192 જેટલી સગર્ભા મહિલાઓને જંતુનાશક દવા યુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું છે.

આ મચ્છર દાનીની જાળીમાં કેમિકલ હોય છે. જે મચ્છરોને આવતા રોકે છે જેથી સગર્ભા મહિલાઓને મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયા જેવા રોગોથી રક્ષણ મળી શકે છે.

આમ કોરોનાના કપરા કાળમાં પણ આરોગ્ય તંત્ર સગર્ભા મહિલાઓ માટે વિશેષ કાળજી લઇ તેમની તંદુરસ્તી જળવાઇ રહે અને તે નિરોગી રહે તે માટે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details