લુણાવાડા: રાજય સરકાર દ્રારા આદિજાતિ ખેડૂતો આર્થિક રીતે સધ્ધર થાય અને પોતાનું જીવન ધોરણ ઉચું આવે તેવા ઉમદા આશયથી રાજય સરકાર દ્રારા કૃષિ વૈવિધ્યકરણ યોજના આદીજાતિ વિસ્તારના ખેડૂતો માટે અમલમાં મુકવામાં આવેલી છે, જેથી આદિજાતિ વિસ્તારના આદિજાતિ ખેડૂતો કૃષિ થકી વધુ આવક મેળવી શકે.
કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત ખેડૂતોને મકાઇનું હાઇબ્રીડ બીયારણ અને ખાતર કીટનું વિતરણ આ પ્રોજેક્ટ અંતર્ગત સારી ગુણવત્તાના બિયારણ તથા ખાતરની કીટનું વિતરણ અને ખેતીને લગતી જરૂરી તાલીમ આપવામાં આવે છે. હાલ આ પ્રોજેક્ટ રાજ્યના મહિસાગર જિલ્લા સહિત 14 આદિજાતિ જીલ્લાઓમાં અમલમાં મૂકવામાં આવેલો છે.
આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ એ જીવન-નિર્વાહના અન્ન પાક (ખાસ કરીને મુખ્ય અનાજ) ને બદલે વધુ વળતર આપતા વિવિધતાપૂર્ણ બજાર-લક્ષી પાક તરફ ક્રમિક વલણની પ્રક્રિયા છે. કૃષિ વૈવિધ્યકરણની પ્રક્રિયા સુધારેલા ગ્રામીણ માળખાગત સુવિધાની ઉપલબ્ધતા, આદિજાતિ વિકાસમાં ઝડપી તકનીકી વિકાસ અને ખોરાકમાં બદલાયેલી માંગની પેટર્નને કારણે શરૂ થવા પામી છે. આથી, વધુ મુલ્યના પાક તરફની આ વૈવિધ્યકરણની પ્રક્રિયા કૃષિના વિકાસને વેગ આપશે અને ગ્રામીણ ઉદ્યોગ સાહસિકતાને નવા યુગમાં લઇ જશે તથા રોજગારની નવીન તકો પેદા કરશે.
કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત ખેડૂતોને મકાઇનું હાઇબ્રીડ બીયારણ અને ખાતર કીટનું વિતરણ આ કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત મહીસાગર જિલ્લામાં સંતરામપુર અને કડાણા તાલુકામાં 2500 જેટલા આદિજાતિ ખેડૂતોના લક્ષ્યાંક સામે પ્રાયોજના વહીવટદાર મહીસાગર અને ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર કંપની દ્રારા હાલમાં 2500 આદિજાતિ ખેડૂતોને કીટ વિતરણના લક્ષ્યાંક સામે અત્યાર સુધી 1400 જેટલા આદિજાતિ ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે જયારે બાકીના 1100 લાભાર્થીઓને કીટ વિતરણની પ્રક્રિયા હાલ શરૂ છે.
આ કીટમાં 8 કિલો મકાઇનું હાઇબ્રીડ બીયારણ, 45 કિલો યુરીયા ખાતર, 50 કિલો એમોનીયમ સલ્ફેટ, 50 કિલો એન.પી.કે મળી અંદાજે 4,000 રુપિયાનીની સહાય પ્રત્યેક ખેડૂતને આપવામાં આવી છે. જેના પેટે રૂપિયા 1 કરોડની સહાય સરકાર દ્વારા આદિજાતિ ખેડૂતોને મળી રહી છે.
આ યોજના હેતુ આદિજાતિ ખેડૂતોને ખેતીની વૈજ્ઞાનિક પઘ્ધતિઓની તાલીમ આપી, કૃષિ વૈવિધ્યકરણ યોજના અમલીકરણ દ્વારા ખેત ઉત્પાકદકતા વધારી ખેત પેદાશોમાં વધારો કરી રાજ્યની જરૂરિયાતો હાંસલ કરવાનો અને આદિજાતિ ખેડૂતોની આવક વધારવાનો છે. યોજનાનું અમલીકરણ તમામ આદિજાતિ જિલ્લાઓમાં અમલીકરણ એજન્સી (એગ્રીકલ્ચર સર્વિસ પ્રોવાઇડર) દ્વારા પ્રાયોજના કચેરીના પરામર્શમાં રહી યોજનાનુ અમલીકરણ કરવામાં આવે છે.
આદિજાતિ વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા તથા ફોરેસ્ટ રાઇટ એક્ટ ધરાવતા આદિજાતી ખેડૂતો પૈકી ભેદભાવ રહિત લાભાર્થીની પસંદગી પ્રક્રિયા તથા કીટ વિતરણ કરવામાં આવે છે જેમાં 0 થી 20 BPL સહિતના આદિજાતી ખેડૂતોનો સમાવેશ કરવામાં આવે છે. લાભાર્થી ફાળો 500 રુપિયા લેવામાં આવે છે.
અમલીકરણ એજન્સી દ્વારા લાભાર્થીઓને બીયારણ કીટ થકી મહત્તમ ઉત્પાદન મેળવવા તાલીમ દ્વારા ખેતી અંગેનુ માર્ગદર્શન, જરૂરી માર્ગદર્શક પુસ્તિકાઓ પણ આપવામા આવે છે. અમલીકરણ એજન્સીઓ(એગ્રીકલ્ચર સર્વિસ પ્રોવાઇડર) ની પસંદગી ઇ-ટેન્ડરીંગ પધ્ધતીથી કરવામાં આવે છે. યોજનાને અમલીકરણ કક્ષાએ એક સાથે મોનિટરીંગ તથા તૃતીય પક્ષ દ્વારા અહેવાલ મેળવી મુલ્યાંકન કરવામાં આવે છે. બિયારણની ઉપજ ચકાસણી ક્રૃષિ યુનિવર્સીટી મારફત કરાવ્યા બાદ જ જે તે એગ્રીકલ્ચર સર્વિસ પ્રોવાઇડરને ચુકવણી કરવામાં આવે છે.
આદિજાતિ વિકાસનો આ પ્રોજેક્ટ એક વ્યુહરચના તરીકે અનેક રોજગારી તકોનું સર્જન કરશે અને મોટા પાયે કૃષિમાં મૂલ્ય વૃદ્ધિ અને વધુ સારા પાક આયોજન તરફ દોરી જશે અને આદિજાતિ ખેડૂતોની કમાણીની તકોમાં સુધારો થશે.