બાલાસિનોરઃ બાલાસિનોર સરકારી હોમિયોપેથિક દવાખાના દ્વારા આયુષ મંત્રાલય અને સરકાર દ્વારા સૂચવેલા ગાઈડ લાઇન પ્રમાણે કોવિડ-19 પ્રતિરોધક હોમિયોપેથિક દવાનું વિતરણ બાલાસિનોર તાલુકાનાં જુદા-જુદા વિસ્તારોમાં મેડિકલ ઓફિસર ડો.ભક્તિબેન શેઠ દ્વારા કરવામાં આવ્યું છે.
બાલાસિનોરમાં COVID-19 પ્રતિરોધક હોમિયોપેથિક દવાનું વિતરણ - mahisagar news
બાલાસિનોર સરકારી હોમિયોપેથિક દવાખાના દ્વારા આયુષ મંત્રાલય અને સરકાર દ્વારા સૂચવેલા ગાઈડ લાઇન પ્રમાણે કોવિડ-19 પ્રતિરોધક હોમિયોપેથિક દવાનું વિતરણ બાલાસિનોર તાલુકાનાં જુદા-જુદા વિસ્તારોમાં મેડિકલ ઓફિસર ડો.ભક્તિબેન શેઠ દ્વારા કરવામાં આવ્યું છે.
આયુષ મંત્રાલય અને સરકાર દ્વારા સૂચવેલા હોમીઓપેથિક ગાઈડ લાઇન મુજબ કોરોના (કોવિડ-19) પ્રતિરોધક દવાનું વિતરણ બાલાસિનોર તાલુકાનાં વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે. જેમાં છેલ્લા બે મહિનાથી સરકારી હોમીઓપેથિક દવાખાનાનાં મેડિકલ ઓફિસર ડો.ભક્તિબેન શેઠ દ્વારા તાલુકાની તમામ સરકારી કચેરીઓ, પોલીસ સ્ટાફ, એસટી ડેપો તેમજ કોર્ટ અને શહેરના મુખ્ય અને સોસાયટી વિસ્તારોમાં કોવિડ-19 પ્રતિરોધક હોમિયોપેથિક દવાનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત તેમજ કોવિડ-19માં પોઝિટિવ આવેલા કેસોના રહેણાંક વિસ્તાર, ક્લસ્ટર/કન્ટેન્ટમેંટ વિસ્તાર, તેમજ સરકારી ક્વોરેંટાઇન સેન્ટર, શેલ્ટર હોમ અને હોમ ક્વોરેંટાઇન વિસ્તારમાં પણ હોમિયોપેથિક દવાનું વિતરણ કરવામાં આવ્યું છે.