મહિસાગરઃ જિલ્લાના વીરપુર તાલુકામાં કલેકટર દ્વારા જાહેર કરવામાં આવેલા કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં બાર, બારોડા, ભરોડી, રોઝાવ, વિરપુર અને ખેરવા ગામો ખાતે નિયામક આયુષ કચેરી ગાંધીનગર અને જિલ્લા આર્યુવેદીક અધિકારી મહીસાગર દ્વારા સરકારી આયુર્વેદિક દવાખાનું વીરપુરના વૈદ સંજય ભોઇ દ્વારા આયુષની ગાઇડલાઇન અનુસાર કન્ટેઇન્મેન્ટ વિસ્તારના ગામોમાં 450 લીટરથી વધુ આયુર્વેદિક ઉકાળો તૈયાર કરી પાંચ દિવસમાં અંદાજે 8,000થી વધુ ગ્રામજનોને પીવડાવવામાં આવ્યો છે.
મહિસાગર તાલુકાના કન્ટેઇન્મેન્ટ વિસ્તારના ગામોમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ - કોરોનાવાઇરસ
કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં ગ્રામજનોને કોરોના વાઇરસનાં સંક્રમણથી સુરક્ષિત રાખવા તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે કલેકટર આર.બી બારડના માર્ગદર્શન હેઠળ આયુષ મંત્રાલયના દિશાનિર્દેશો પ્રમાણે કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં આયુર્વેદિક ઉકાળો પીવડાવવાની કામગીરી પુરજોશમાં હાથ ધરવામાં આવી છે.
મહિસાગરના વીરપુરના કન્ટેઇન્મેન્ટ વિસ્તારના ગામોમાં જિલ્લા આયુષ કચેરી દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ
જેના થકી આ વિસ્તારના ગ્રામજનોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી કોરોના વાઇરસ સામે સુરક્ષિત રાખી શકાય. ત્યારે લોકોએ આયુર્વેદિક ઉકાળો પીને કોરોના સામે લડત આપવા મક્કમ નિર્ધાર કર્યો છે.