મહીસાગરઃ જિલ્લામાં 1.83 લાખ ઉપરાંતના લોકોને આયુર્વેદિક ઉકાળાનું સેવન કરાવાયું અને 95,000થી વધુ લોકોને આર્સેનિક આલ્બમ નામની હોમિયોપેથીક દવાનું વિતરણ કરાયું હતું.
મહીસાગર જિલ્લામાં રોગપ્રતિકારક શક્તિ માટે આયુર્વેદિક ઉકાળો અને હોમેયોપેથિક મેડિસિનનુ વિતરણ મહીસાગર જિલ્લામાં કુલ 11 આયુર્વેદિક તેમજ 4 હોમેયોપેથિક એમ કુલ 15 આયુષના દવાખના આવેલા છે. જેનું સંચાલન નિયામક, આયુષની કચેરી ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે. કોરોનાની મહામારી વચ્ચે મહીસાગરના આયુર્વેદ-હોમિયોપેથિ દવાખાના સમગ્ર જિલ્લા માટે આશીર્વાદ રૂપ બન્યાં છે.કોઇપણ વાઇરસ કે બેક્ટેરિયાથી બચવા આપણી રોગપ્રતિકારક શક્તિને જાળવી રાખવી ખુબ જ જરુરી હોય છે.
મહીસાગર જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય સુનિલ ડામોરનાં જણાવ્યા મુજબ, મહીસાગરમાં કાર્યરત આયુર્વેદ હોમિયોપેથિક દવખાના દ્વારા ગત માસથી આજ સુધી તેમની સમગ્ર મેડિકલ ટીમ કોરોનાના પ્રકોપમાં રોગપ્રતિકારક શક્તિ થકી લોકોનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે હેતુથી ખુબ જ ખંત અને મહેનતથી પ્રશંસનીય કામ કરી રહી છે.
જિલ્લામાં કોવિડ-19ના સંક્રમણ કાળમાં અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં લોકોની ઇમ્યુનીટી વધે તથા સંક્રમિત ન થાય તે હેતુથી કુલ 1,83,600 લોકોને અંદજિત 6000 લીટર કરતા પણ વધારે ઉકાળો બનાવી સહકારી સંસ્થાઓ, સામજિક સંસ્થાઓ તથા સેવાભાવી સસ્થાઓના માધ્યમથી ઉકાળાનું લોકો સુધી સતત 5 દિવસ સુધી વિતરણ કરવામાં આવ્યું છે તથા 95000થી પણ વધારે લોકોને આર્સેનિક આલ્બમ નામની હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું છે અને દવાઓનું વિતરણ હજુ પણ ચાલુ જ છે.
સરકારની સુચના મુજબ હાલમા કામગીરીના ભાગરુપે ફરજ પર હાજર રહેલ 5000 કરતા વધારે પોલીસ સ્ટાફને ઉકાળો તેમજ 10488 સરકારી કર્મચારીઓને ઉકાળો પિવડાવવામાં આવ્યો હતો. આ સિવાય જિલ્લામાં કાર્યરત 108 અને ખિલખિલાટના સમગ્ર સ્ટાફને પણ જરુરી દવાઓ પુરી પાડવામાં આવેલી છે. આ સિવાય કોરોના અંગે જાગૃતિ માટે વિવિધ માધ્યમો દ્વારા કુલ 90,000 કરતા પણ વધુ લોકોને માર્ગદર્શન પુરુ પડવામાં આવ્યું હતું.
કોરોનાના સંક્રમાણથી બચાવા માટે આયુર્વેદ શાસ્ત્રએ એક મહત્વનું શસ્ત્ર તરીકે ઉભરીને આવ્યું છે. આયુષ મંત્રાલયના સૂચનો મુજબ રોજિંદી ક્રિયામાં આયુર્વેદનો ઉપયોગ કરી આ મહામારીને માત આપી શકાય છે. એના માટે રોજ હુંફાળુ ગરમ પાણી પીવું, હળદરવાળુ દુધ પીવુ, ગરમ પાણીમાં સુંઠ નાખી 15 મિનિટ ઉકાળી અડધા કપ જેટલી માત્રામાં પીવુ, ફક્ત ગરમ ખોરાક જ લેવો, ગરમ પાણીમાં અજમો નાખી નાસ લેવો, રોજ સવારે ગાયના ઘીના બે ટીપા નાકમાં નાખવા આ રોગથી ડરવાની જરુર નથી. જરુર છે સાચી જાણકારીની તેમ વૈદ્ય સંજય ભાઇ જણાવ્યું હતું.