મહિસાગરઃ જિલ્લા વહીવટી તંત્રના સુચારૂ આયોજન અને માર્ગદર્શનમાં લુણાવાડામાં બીઇંગ હ્યુમન ગ્રુપ, જે.સી.આઇ, જૈન ટિફિન ગ્રુપ, સ્વામિનારાયણ ટિફિન ગ્રૃપ, વ્હોરા સમાજ, ગણરાજ ગ્રુપ, માનવ સેવા ગ્રુપ, કબીર આશ્રમ, શેખ ઘોચી પંચ, મહિસાગર જિલ્લા રાજપૂત સમાજ, હિન્દુ યુવા વાહિની, ક્રિસ્ટલ સ્કૂલ જેવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા દરરોજ 1000થી વધારે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે.
લુણાવાડામાં સેવાભાવી સંસ્થાઓના સહયોગથી જરૂરિયાત મંદ લોકોને રોજ 1000 ફૂડ પેકેટનું વિતરણ સેવાભાવી સંસ્થાઓ દ્વારા તૈયાર કરી આપવામાં આવેલા ફૂડ પેકેટ વિતરણનાં આયોજનમાં નિવૃત્ત પૂર્વ સૈનિકો પણ ફરી એકવાર દેશ સેવા માટે ફૂડ પેકેટ વિતરણની કામગીરીમાં જોડાયા છે. તેમની સાથે એક રેવન્યુ કર્મચારી, એક શિક્ષક અને એક સ્વયંસેવક પ્રત્યેક વાહનો સાથે હોય છે. જેઓ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી ફૂડ પેકેટ વિતર કરી રહ્યા છે.
લુણાવાડામાં સેવાભાવી સંસ્થાઓના સહયોગથી જરૂરિયાત મંદ લોકોને રોજ 1000 ફૂડ પેકેટનું વિતરણ શામળા ગામના પૂર્વ સૈનિક કોહ્યાભાઇ વણકર જણાવે છે કે, પહેલા મેં 17 વર્ષ દેશ માટે સેવા કરી છે. ત્યારે કોરોના સંકટની આફતમાં ફરી દેશના લોકો માટે સેવા કરવાનો મોકો મળ્યો છે તે આનંદની વાત છે.
વાસીયા તળાવ લુણેશ્વર માધ્યમિક શાળામાં રહેતા શ્રમિક ગોરખપુર (યુપી) ના રામનગીન ગૌર જણાવે છે કે, અમે અહીં કલરની કામગીરી માટે આવેલા પણ કોરોના સંકટના પગલે લોકડાઉનને કારણે અહીંયા રોકાઈ જવાનું થયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમારી સારી વ્યવસ્થા કરવામાં આવી છે. બે ટાઈમ ભોજન, આરોગ્યની ચકાસણી, અને સામાજિક અંતર જાળવી અમારી સારી કાળજી લેવામાં આવે છે.
જિલ્લા વહીવટી તંત્રના આયોજન થકી લુણાવાડામાં વિવિધ હોસ્પિટલમાં 450 અને જુદા-જુદા વિસ્તારોમાં 700 તથા સેલ્ટર હોમ મળી દરરોજ 1000 ફૂડ પેકેટનું વિતરણ જરૂરિયાત મંદ લોકોને સેવાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે.