ગુજરાત

gujarat

By

Published : Mar 19, 2020, 10:43 AM IST

ETV Bharat / state

MBBSના અભ્યાસ અર્થે ગયેલો મહીસાગરનો વિદ્યાર્થી ફિલિપાઈન્સમાં ફસાયો

કોરોનાને કારણે અનેક ભારતીય લોકો વિદેશમાં ફસાયા છે. સરકાર દ્વારા વહેલી તકે વિદેશમાં ફસાયા લોકોને ભારત પરત ફરે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ફિલિપાઈન્સમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે. જેમાં મહિસાગર જિલ્લાનો પણ એક યુવક સામેલ છે. જો કે, ગુજરાતને કેટલાય વિદ્યાર્થીઓ ત્યાં છે, જે સરકાર પાસે ભારત પરત ફરવાની અપીલ કરી રહ્યાં છે.

mahisagar news
mahisagar news

લુણાવાડા: ખાનપુર તાલુકાના લીંબડીયા ગામના પંડ્યા અંકુર કુમાર વિનોદભાઈ ફિલિપાઈન્સમાં MBBS અભ્યાસ કરે છે. જેણે કોરોનાના ડરથી ભારત પરત આવવા માટે સરકારને રજૂઆત કરી છે. ગુજરાતનાં જુદાજુદા વિસ્તારોના 400 થી વધુ અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ ફિલિપાઈન્સમાં ફસાયા છે.

વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા દ્વારા કેન્દ્ર અને ગુજરાત સરકારને યોગ્ય વ્યવસ્થા કરવા વિનંતી કરી છે. તમામ વિદ્યાર્થીઓ સ્વસ્થ હોવા છતાં તેમને હવે કોરોનાનો ભોગ બનવાનો ડર સતાવી રહ્યો છે. વિદ્યાર્થીઓએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે, અહીંયા આસપાસના વિસ્તાર 15 એપ્રિલ સુધી ફક્ત હોસ્પિટલો જ ચાલુ છે અને મુસાફરી કરવા કોઈ સુવિધા નથી.

મોટા ભાગના વિદ્યાર્થીઓ શાકાહારી હોવાથી જમવામાં ખુબજ તકલીફ પડી રહી છે. દરેક વિદ્યાથીઓ પોતપોતાના રૂમમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. લુણાવાડા, ખાનપુર, ગોધરા સહિત અન્ય શહેરના વિદ્યાર્થીઓ અહીં ફસાયા છે. જેથી સરકાર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરાય તેવી માગ કરવામાં આવી છે. ફસાયેલા વિદ્યાર્થીઓમાંથી ઘણાના વિઝા પૂરા થયા છે, તો ઘણાના પૂરા થવાની તૈયારીમાં છે. કેન્દ્ર સરકારના આદેશ મુજબ ફિલિપાઈન્સ, મલેશિયા અને અફઘાનિસ્થાનથી કોઈ ફ્લાઇટ ભારત નહીં આવી શકે જેથી વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો થયો છે.

આ મામલે લુણાવાડાના ધારાસભ્ય જિગ્નેશ સેવકે ખાનપુર તાલુકાના લીંબડીયા ગામના પંડ્યા અંકુર કુમાર વિનોદભાઈ ફિલિપાઈન્સમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે નાયબ મુખ્યપ્રધાનને પત્ર લખી રૂબરૂ મુલાકાત કરી ખાસ વિમાન મોકલવાની પરવાનગી લઈ ગુજરાતનાં તમામ વિદ્યાથીઓને ભારત પરત લાવવા માટે રજૂઆત કરી છે.

ABOUT THE AUTHOR

...view details