ગુજરાત

gujarat

મહીસાગરમાં આવેલા વિશ્વના ત્રીજા ફોસીલ પાર્કને 17,514 પ્રવાસીઓએ નિહાળ્યું, 7.50 લાખની આવક

By

Published : Jul 12, 2019, 9:18 PM IST

મહીસાગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગત 8 જૂનના રોજ બાલાસિનોર તાલુકાના નાનકડા રૈયોલી ગામે દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક ડાયનાસોર મ્યુઝિયમનું લોકાર્પણ કર્યા બાદ આ ડાયનાસોર મ્યુઝિયમ અને ફોસીલ પાર્ક જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

dinosaurs

સમગ્ર ગુજરાત સહિત અન્ય પ્રદેશો માંથી ભારે માત્રામાં પ્રવાસીઓ આ રૈયોલીના ડાયનાસોર મ્યુઝિયમ અને ફોસીલ પાર્કની મુલાકાત લીધી હતી. એક માસના ટૂંકા સમયગાળામાં રૈયોલી મ્યુઝિયમની 17541 પ્રવાસીઓએ નિહાળ્યું હતું. રૈયોલી ડાયનાસોર મ્યુઝિયમને એક માસમાં 7.50 લાખની આવક થઈ હતી.

અંદાજે સાડા છ કરોડ વર્ષ પહેલાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામના 52 હેક્ટર વિસ્તારમાં મહાકાય ડાયનાસોરની વિવિધ પ્રજાતિઓની સજીવ સૃષ્ટિ અસ્થિત્વમાં હતી. તેના ફોસીલ અવશેષો થીજીને પથ્થર બની ગયેલા ઈંડા અને વિવિધ સંશોધનોને વણી લઈને વિશ્વનો ત્રીજો અને ભારતનો પ્રથમ ડાયનાસોર જીવાસ્મ ઉધ્ધાન બનાવવામાં આવ્યો છે. તેને નાનકડા રૈયોલીને જીવાસ્મ સંશોધન નકશામાં અંકિત કર્યું છે. ઉધ્ધાનની સાથે અધતન ટેકનોલોજીનો વિનિયોગ કરીને 10 ગેલેરી ધરાવતું સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. વિશ્વની ગુજરાતની અને રૈયોલી ડાયનાસોર પ્રજાતિઓની ઉદભવથી વિલુપ્તિ સુધીના વિજ્ઞાન અને ઇતિહાસની જાણકારી આપશે. ગુજરાત પ્રવાસન નિગમ વિકસિત આ સ્થળ વિશ્વ પ્રવાશન નકશામાં સ્થાન પામ્યું છે.

મહીસાગરના રૈયોલી ખાતેના મ્યુઝિયમને 17,514 પ્રવાસીઓએ નિહાળ્યું

આ મ્યુઝિયમ અને ફોસીલ પાર્કની મુલાકાત લેનાર શાળાના બાળકોથી માંડી દરેક પ્રવાસીઓને ડાયનાસોરની સૃષ્ટિમાં અને અભ્યાસમાં રસ ધરાવનારા તજજ્ઞો, પુરાતત્વ વિદો, અને સંશોધકોને આ જીવાસ્મિની અનેક વાતો ગાથાઓ જાણવા નિહાળવા મળશે. અહીંયા પ્રવાસે આવનાર લોકોને પહેલી જ વખત વિરાટકાય ગરોળી જેવા ડાયનાસોરને સિનેમાના પડદે જોઈને ડાયનાસોર યુગના અદ્વિતીય રોમાંચનો અનુભવ ઉજાગર થશે. આ વિશિષ્ટ ઉધ્ધાન અને સંગ્રહાલય અધત્તન ટેકનોલોજીના આધારે મહાકાય ડાયનોસોરના ઉદ્દભવ અને નાશ સુધીના ઇતિહાસની જાણકારી આપશે.

માહિતી મુજબ એક માસના ટૂંકા સમયમાં પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. જેમાં 12 વર્ષથી મોટી ઉંમરના 14,151 પ્રવાસીઓ અને 12 વર્ષથી 3363 નાની ઉંમરના બાળકોનો સમાવેશ થાય છે. જે મળી કુલ 17,514 પ્રવાસીઓએ તેનો લાભ મેળવ્યો. મોટી ઉંમરના પ્રવાસીઓ માટે ટિકિટ દર 50 રૂપિયા અને 12 વર્ષથી નાના ઉંમરના બાળકોની ટિકિટ દર 20 રૂપિયા રાખવામાં આવેલ છે. આમ કુલ મળીને રૈયોલીના ડાયનાસોર મ્યુઝિયમની આવક એક માસમાં રૂપિયા 7.50 લાખ ઉપરાંતની થઈ છે.

ગુજરાત મુખ્યપ્રધાને રૈયોલીના ફોસીલ પાર્ક ડાયનાસોર મ્યુઝિયમને વિશ્વ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા પ્રવાસન વિભાગને 10 કરોડ રૂપિયાની વધારાની રકમ સરકાર ફાળવશે જેથી ત્યાં વિવિધ સુવિધાઓ ઉભી કરી શકાય જેનો પ્રવાસીઓને લાભ મળશે.

ABOUT THE AUTHOR

...view details