ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના સંક્રમણ ઘટતા રૈયોલીનું ડાયનાસોર ફોસીલ પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ખાતે 1983માં ડાયનોસોરના અવશેષો મળ્યા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે ડાયનોસોર ફોસિલ પાર્ક (Dinosaur Fossil Park) બનાવવામાં આવ્યું હતો, કોરોના સંક્રમણ વઘતા આ પાર્ક બંધ કરવામાં આવ્યું હતું. હાલ કોરોના સંક્રમણ ઘટતા ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝિયમને મંગળવારથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યુ છે.

કોરોના સંક્રમણ ઘટતા રૈયોલીનું ડાયનાસોર ફોસીલ પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યુ
કોરોના સંક્રમણ ઘટતા રૈયોલીનું ડાયનાસોર ફોસીલ પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યુ

By

Published : Jul 14, 2021, 10:19 AM IST

  • ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝિયમ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું
  • કોવિડ ગાઈડ લાઈન મુજબ 50 ટકા હાજરી સાથે પાર્કને ખોલવામાં આવ્યું
  • પાર્કને ખુલ્લું મૂકાતાં ટુરીસ્ટોએ પાર્કની લીધી મુલાકાત મહીસાગર
    કોરોના સંક્રમણ ઘટતા રૈયોલીનું ડાયનાસોર ફોસીલ પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યુ

મહીસાગર: જિલ્લામાં કોરોના સંક્રમણના ફેલાતા જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરેલા જાહેરનામાના સંદર્ભમાં મેળાવડા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેથી રૈયોલીમાં આવેલા ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝિયમને ડાયનાસોર ફોસીલ પાર્કને 12એ એપ્રિલ થી 5 જૂલાઇ સુધી બંધ રાખવા નિર્ણય કર્યો હતો. હાલમાં કોરોના સંક્રમણ ઘટતાં તંત્ર દ્વારા રૈયોલીમાં આવેલા ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝિયમને મંગળવારથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યુ છે.

કોરોના સંક્રમણ ઘટતા રૈયોલીનું ડાયનાસોર ફોસીલ પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યુંકોરોના સંક્રમણ ઘટતા રૈયોલીનું ડાયનાસોર ફોસીલ પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું

આ પણ વાંચો:સરકાર દ્વારા પાટણમાં Dinosaur Park- Museumના નિર્માણની જાહેરાતથી બાલાસિનોરમાં ભારે વિરોધ

મહીસાગર જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણ વધ્યું હતું. જેથી જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના બાલાસિનોરમાં આવેલા ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝિયમને ડાયનાસોર ફોસીલ પાર્ક વિકાસ સોસાયટી દ્વારા રૈયોલીમાં આવેલા ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝિયમને બંધ રાખવા નિર્ણય કર્યો હતો. હાલમાં કોરોના સંક્રમણ ઘટતાં તંત્ર દ્વારા રૈયોલીમાં આવેલા ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝિયમને કોવિડ ગાઈડ લાઈન મુજબ 50 ટકા હાજરી સાથે મંગળવારથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યુ છે. પાર્કને ખુલ્લું મૂકાતાં ટુરીસ્ટોએ પાર્કની મુલાકાત લીધી હતી. જો કે, મહીસાગર જિલ્લામાં છેલ્લાં 22 દિવસથી એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. જેથી તંત્ર દ્વારા આ બાબતને ધ્યાને લઈ બાલાસિનોર તાલુકામાં આવેલા ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝિયમને ડાયનાસોર ફોસીલ પાર્ક વિકાસ સોસાયટી અને બાલાસિનોર મામલતદાર દ્વારા કોવિડ ગાઈડ લાઈન મુજબ પાર્કને 50 ટકા હાજરી સાથે પ્રવાસીઓ માટે ખૂલ્લું મૂકવામાં આવ્યુ છે.

આ પણ વાંચો:બાલાસિનોરનું ડાયનાસોર ફોસીલ પાર્ક 21 થી 30 નવેમ્બર સુધી બંધ રહેશે

ABOUT THE AUTHOR

...view details