● દિવાળીના તહેવારો બાદ તાલુકામાં કોરાનાના કેસનું પ્રમાણ વધતા ડાયનાસોર ફોસીલ પાર્ક બંધ
● મહીસાગર જિલ્લા કલેક્ટર દ્વારા લેવાયો આ નિર્ણય
● જિલ્લાના કલેશ્વરી નાળ, વાવ કૂવા જેવા પ્રવાસન સ્થળો પણ કોવિડ-19 ને પરિસ્થિતિને ધ્યાને લઇ બંધ

બાલાસિનોર:- દિવાળીના તહેવારો બાદ તાલુકામાં કોરાનાના કેસોનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે, ત્યારે કોરોનાના કેસો નિયંત્રણમાં રહે તે માટે અધ્યક્ષ ડાયનોસોર ફોસિલ પાર્ક વિકાસ સોસાયટી રૈયોલી અને મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર તથા મહીસાગર જિલ્લા કલેક્ટરની સુચના મુજબ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા બાલાસિનોર તાલુકામાં કોરોના વાઇરસ નો ફેલાવો ન થાય તે માટે તેમજ વધુ માણસ ભેગા ના થાય તે હેતુસર તાત્કાલિક અસરથી પાર્કને બંધ રાખવામાં આવ્યું છે. 21મી નવેમ્બર થી 30 મી નવેમ્બર સુધી આ પાર્ક બંધ રહેશે.
અન્ય પ્રવાસનો પણ બંધ
આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં આવેલા કલેશ્વરી નાળ, વાવ કૂવા જેવા પ્રવાસન સ્થળો પણ નોવેલ કોરોના વાઇરસ કોવિડ-19 ની પરિસ્થિતિને ધ્યાને લઇ બંધ રાખવામાં આવ્યા છે.