- ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝિયમ પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું
- કોરોના સંક્રમણ ઘટતાં ડાયનાસોર ફોસીલ પાર્ક વિકાસ સોસાયટી દ્વારા લેવાયો નિર્ણય
બાલાસિનોર: કોરોના સંક્રમણ ઘટતા ડાયનાસોર ફોસીલ પાર્ક ખુલ્લુ મૂકવામાં આવ્યું - corona positive cases in balasinor
મહીસાગર જિલ્લામાં દિવાળીના તહેવારો બાદ કોરોના સંક્રમણ વધતા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા જીલ્લાના બાલાસિનોરમાં આવેલા ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝિયમને ડાયનાસોર ફોસીલ પાર્ક વિકાસ સોસાયટી દ્વારા 15 દિવસ સુધી બંધ રાખવામાં આવ્યું હતું. હાલમાં કોરોના સંક્રમણ ઘટી જતા તંત્રએ ફરી પ્રવાસીઓ માટે ફોસીલ પાર્ક અને મ્યુઝિયમ ખુલ્લું મૂક્યું છે.
મહીસાગર: દિવાળીના તહેવારો દરમિયાન બાલાસિનોર તાલુકામાં કોરોના વાઇરસનું સંક્રમણ વધતાં રૈયોલીમાં આવેલા ડાયનોસોર ફોસિલ પાર્ક મ્યુઝિયમને ગત 21મી નવેમ્બર થી 30 નવેમ્બર સુધી તેમજ 1લી ડિસેમ્બર થી 15 મી ડિસેમ્બર સુધી વહીવટી તંત્ર દ્વારા બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ હવે કોરોના સંક્રમણમાં ઘટાડો થતા પાર્કને ખુલ્લો મૂકાયો છે. તેમજ ટુરીસ્ટો પાર્કની મુલાકાત પણ લઇ રહ્યા છે. ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝિયમને ડાયનાસોર ફોસીલ પાર્ક વિકાસ સોસાયટી અને બાલાસિનોર મામલતદાર દ્વારા 16મી ડીસેમ્બરથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.