●કોરોના સંક્રમણ વધતાં જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું
● ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝિયમને તંત્ર દ્વારા વધુ 15 દિવસ સુધી બંધ રાખવા નિર્ણય
● રૈયોલીનું ડાયનોસોર ફોસિલ પાર્ક મ્યુઝિયમ 1લી થી 15 મી ડિસેમ્બર 2020 સુધી બંધ
બાલાસિનોરનું ડાયનાસોર ફોસીલ પાર્ક-મ્યુઝિયમ વધુ 15 દિવસ સુધી બંધ - બાલાસિનોર ન્યૂઝ
બાલાસિનોરમાં આવેલા ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝિયમને ડાયનાસોર ફોસીલ પાર્ક વિકાસ સોસાયટી દ્વારા વધુ 15 દિવસ સુધી બંધ રાખવા નિર્ણય કર્યો છે.
મહીસાગર: જિલ્લામાં દિવાળીના તહેવારો બાદ કોરોના સંક્રમણ વધતાં કોરોના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. જેથી જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જીલ્લાના બાલાસિનોરમાં આવેલા ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝિયમને ડાયનાસોર ફોસીલ પાર્ક વિકાસ સોસાયટી દ્વારા વધુ 15 દિવસ સુધી બંધ રાખવા નિર્ણય કર્યો છે.
કોરોના સંક્રમણ અટકાવવા અને વધુ માણસો ભેગા ન થાય તે હેતુથી ડાયનાસોર પાર્કને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાલાસિનોર તાલુકામાં ચાલતા ડાયનોસોર ફોસિલ પાર્ક મ્યુઝિયમ રૈયોલી 1લી ડિસેમ્બર થી 15 મી ડિસેમ્બર 2020 સુધી બંધ રહેશે. આ પહેલા ગત 21મી નવેમ્બર થી 30 નવેમ્બર સુધી આ પાર્કને બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં બાલાસિનોર તાલુકામાં દિન પ્રતિદિન કોરોના વાઈરસનો ફેલાવો વધુ ને વધુ થઈ રહ્યો છે.
જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોરોના વાઈરસનો ફેલાવો અટકાવવા તેમજ વધુ માણસો ભેગા ન થાય તે હેતુથી બાલાસિનોર તાલુકામાં આવેલા ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝિયમને ડાયનાસોર ફોસીલ પાર્ક વિકાસ સોસાયટી અને બાલાસિનોર મામલતદાર દ્વારા વધુ 15 દિવસ માટે બંધ રાખવામાં આવ્યુ છે.