ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનમાં PM સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં બે હજારનો હપ્તો જમા થયો - મહીસાગર ન્યૂઝ

મહીસાગર જિલ્લાના નાના અને સીમાંત ખેડૂતોના બેન્ક ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો જમા થતા લોકડાઉનમાં આ સહાય ખેડૂતો માટે આશીર્વાદ સ્વરૂપ બનતા ખેડૂતો રાહતની લાગણી અનુભવી રહ્યા છે.

lockdown
lockdown

By

Published : Apr 22, 2020, 9:49 AM IST

મહીસાગર: લોકડાઉનના સમયમાં નાના અને સીમાંત ખેડૂતોને મદદરૂપ થવા નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે એપ્રિલ મહિનાની શરૂઆતમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો સીધો એમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવ્યો છે. જે કિસાનોને ઉભા પાકની લણણી, પાક ગુણવત્તા અને બજાર વ્યવસ્થામાં લાભની પ્રાપ્તિ સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થતાં ખડૂતોમાં આનંદની લહેર જોવા મળી હતી.

મહીસાગર જિલ્લાના 1 લાખ 34 હજાર 760 ખેડૂતોના બેન્ક ખાતામાં બે હજાર રૂપિયા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થીના ખાતામાં સીધા જમા થતા ખેડૂતો માટે લોકડાઉનના સમયમાં આ સહાય આશીર્વાદ સાબિત થઈ રહી છે અને ખેડૂતોએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details