ગુજરાત

gujarat

ETV Bharat / state

લીંબરવાડા ગામમાંથી તરૂણનો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો મૃતદેહ - મૃતદેહ

મહિસાગરઃ વિરપુર તાલુકાના લીંબરવાડા ગામે એક સગીરનો મૃતદેહ મળી આવ્યો છે. ગામમાંથી 15 વર્ષના સગીરનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો ગામમાં ચકચાર મચી જવા પામ્યો છે.

dead body found in limbarvada village virpur town of mahisagar
લીંબરવાડા ગામમાંથી તરૂણનો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો મૃતદેહ

By

Published : Jan 21, 2020, 6:20 PM IST

વિરપુર તાલુકાના લીંબરવાડાના જમનાવત વિસ્તારનો મિલન રાયભણ ઠાકોર નામના સગીરની લીંબરવાડા ગામની સીમમાં ઝાડ ઉપર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોય. આ મૃતદેહ 15 વર્ષના મિલન ઠાકોરનો હોવાનું ખુલ્યું હતું.

લીંબરવાડા ગામમાંથી તરૂણનો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો મૃતદેહ

મિલન સરસ્વતી હાઈસ્કૂલ વિરપુર, 10મા ધોરણનો વિદ્યાર્થી છે. જો કે, આ મૃતદેહ મળી આવ્યા પછી હત્યા છે કે આત્મહત્યા તેનો ખુલાસો થયો નથી. મિલનના પરિવારજનોને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

આ ઘટના બાદ વિરપુર પોલીસ સ્થળ પર આવી મૃતદેહનો કબ્જો મેળવી અને પોસમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. વિરપુર પોલીસના મતે પોસ્ટમોર્ટમ બાદ જ વિદ્યાર્થીની હત્યા થઈ છે, કે કેમ તેનો ખુલાસો થઈ શકશે.

ABOUT THE AUTHOR

...view details