ગુજરાત

gujarat

ETV Bharat / state

DDOએ આંગણવાડી અને તેડાગરની વાંધા અરજીઓના ઉમેદવારોને રૂબરૂ બોલાવી નિકાલ કર્યો - DDO summons

મહીસાગર જિલ્લા પંચાયત દ્વારા તાજેતરમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. આવેલી અરજીઓ સામે કેટલાક ઉમેદવારોએ ઓનલાઇન વાંધા અરજીઓ મોકલી હતી.

Application of objections
DDOએ આંગણવાડી અને તેડાગરની વાંધા અરજીઓના ઉમેદવારોને રૂબરૂ બોલાવી નિકાલ કર્યો

By

Published : Sep 11, 2020, 9:32 PM IST

મહીસાગરઃ જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરતા પહેલાં ઉમેદવારો દ્વારા ઓનલાઇન કરવામાં આવેલી વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવે અને ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ થાય તેને ધ્યાનમાં લઇ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ વાંધા અરજી કરનારા ઉમેદવારોને રૂબરૂ બોલાવીને તેઓને સાંભળ્યા હતા અને વાંધા અરજીઓનો સ્થળ પર નિકાલ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details