મહીસાગર: જિલ્લામાં સોમવારના રોજ દશામાના વ્રત શરૂ થનાર હોવાથી માઈ ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દશામાના વ્રતને લઇને રવિવારના રોજ જિલ્લાના બજારોમાં ઘરાકી જોવા મળી હતી.
મહીસાગરમાં દશામાંના વ્રતને લઈ મૂર્તિ ખરીદી માટે બહેનોની ભારે ભીડ - માઈ ભક્તો
મહીસાગર જિલ્લામાં દશામાના વ્રતને લઇને માઈ ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રવિવારના રોજ બજારમાં દશામાની મૂર્તિ ખરીદવા માટે માઇ ભકતો ઉમટી પડ્યા હતા. આસપાસના ગામડાઓમાંથી વ્રત કરનારી બહેનો દશામાની મૂર્તિ તેમજ પ્રસાદ અને પૂજાની સામગ્રીની ખરીદી કરવા ઉમટી પડી હતી.
![મહીસાગરમાં દશામાંના વ્રતને લઈ મૂર્તિ ખરીદી માટે બહેનોની ભારે ભીડ મહીસાગરમાં દશામાંના વ્રતને લઈ મૂર્તિ ખરીદી માટે બહેનોની ભારે ભીડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8086729-686-8086729-1595151107409.jpg)
મહીસાગરમાં દશામાંના વ્રતને લઈ મૂર્તિ ખરીદી માટે બહેનોની ભારે ભીડ
જિલ્લાના તમામ તાલુકાના બજારમાં દશામાની સાંઢણી સાથેની મૂર્તિઓની ખરીદી કરતાં બહેનોએ ભારે ભીડ લગાવી હતી. દશામાનો વ્રત કરતી બહેનો એ દશામાંની નાની મોટી પ્રતિમા સાથે પૂજા-અર્ચના માટેનું સાધન સામગ્રીની ખરીદી કરી હતી. કોરોનાનો સમય ચાલતો હોવા છતાં માઈ ભક્તોની ખરીદીથી બજારોમાં ઘરાકી નીકળતા વ્યાપારીઓ ખુશખુશાલ થયા હતા.
મહીસાગરમાં દશામાંના વ્રતને લઈ મૂર્તિ ખરીદી માટે બહેનોની ભારે ભીડ
સોમવારના રોજથી દશામાંનુ વ્રત પ્રારંભ થશે. મહીસાગર પંથકના લોકો દશામાની ભક્તિમાં લીન થઇ જવા સાથે વાતાવરણ ભક્તિમય બની જનાર છે.