મહીસાગરઃ કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઈરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેક્ટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશાનિર્દેશ પ્રમાણે જિલ્લા-તાલુકા અને ગ્રામ્યસ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરત પણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.
માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હર્બલ ગાર્ડન બનાવાયું, ઔષધિયો-શાકભાજી ઉગાડી સગર્ભાઓને આપશે - malvan news
કોરોના મહામારીમાં સગર્ભાઓની રોગપ્રતિકારક શકિતમાં વધારો કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણ ખાતે અને તેના પેટા કેન્દ્રો પર સ્વાસ્થય કર્મીઓએ હર્બલ ગાર્ડન બનાવ્યું છે. આ ગાર્ડનમાં વિવિધ ઔષધિયો અને શાકભાજી ઉગાડવામાં આવ્યા છે. જે સગર્ભાઓને આપવામાં આવે છે.

કોરોના વાઇરસની મહામારીની સાથે જિલ્લાના નાગરિકો અને ખાસ કરીને સગર્ભાઓની સ્વસ્થતા અને તંદુરસ્તી જળવાઇ રહે તે માટે પણ સ્વાસ્થય કર્મીઓ સતત તેઓની રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય તે માટેની ચિંતા કરી રહ્યા છે. સગર્ભાઓને આ સમય દરમિયાન રોગપ્રતિકારક શકિત જળવાઇ રહેવાની સાથે લોહીનું પ્રમાણ જળવાઇ રહે તે માટે સ્વાસ્થય કર્મીઓ તેની અવાર-નવાર મુલાકાત લઈ રહ્યા છે. આ મહિલાઓને રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણ ખાતે અને તેના પેટા કેન્દ્રો પર સ્વાસ્થય કર્મીઓએ હર્બલ ગાર્ડન બનાવ્યું છે.
આ હર્બલ ગાર્ડનમાં વિવિધ ઔષધિયો અને શાકભાજી ઉગાડવામાં આવ્યા છે. આ હર્બલ ગાર્ડનમાં રોગપ્રતિકારક શકિતમાં વધારો કરતા એવા સરગવો, અરડૂસી, તુલસી, કુંવારપાઠું અને ગળો જેવા ઔષધિય છોડોની સાથે રીંગણ, કાકડી, ભીંડા, દૂધી અને વાલોળ જેવા શાકભાજી ઉગાડવામાં આવી રહ્યા છે. જે સગર્ભા માતાઓને આપવામાં આવે છે.