- કોરાના દર્દીઓને સારવાર માટે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
- કલેક્ટર પાસેથી મંજૂરી મેળવી કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
- કોવિડ કેર સેન્ટરમાં 30 બેડ રાખવામાં આવ્યા
- ધારાસભ્ય જીજ્ઞેશ સેવક અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં
મહીસાગરઃ જિલ્લામાં કોરાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં જિલ્લાના મુખ્યમથક લુણાવાડામાં કોરાના કેસ વધતા દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી સમાજ સેવી સંસ્થાઓ આગળ આવી રહી છે અને કલેક્ટર પાસેથી મંજૂરી મેળવી કોવિડ કેર સેન્ટર ખોલી રહી છે. જે અંતર્ગત આજે ગુરૂવારે મહીસાગર જિલ્લાના લુણાવાડા બાવન પાટીદાર સમાજ દ્વારા સંપૂર્ણ સુવિધાઓ સાથેનું કોવિડ કેર સેન્ટર બાવન પાટીદાર સમાજ હોલ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. આ કોવિડ કેર સેન્ટરમાં 30 બેડ રાખવામાં આવ્યા છે તેમજ ઓક્સિજન અને જમવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
આ પણ વાંચોઃ જૈન સાધુ-સાધ્વીઓ માટે પણ કોવિડ કેર સેન્ટર કરાયું શરૂ