મહીસાગર: મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. 3 દિવસમાં 33 કોરોના કેસ સામે આવ્યાં છે. જેથી તંત્ર સતર્ક બન્યું છે, તો બીજી તરફ 15 જેટલા કોરોનાના દર્દીઓએ કોરોનાને માત આપી છે અને આ દર્દીઓ સાજા થતા આજરોજ મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલ કોવિડ-19 હોસ્પિટલમાંથી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાંત ઓફિસર બાલાસિનોરની ઉપસ્થિતિમાં દર્દીઓને ફૂલવડે વધાવી રજા આપવામાં આવી હતી. તેમજ કોરાના યોધ્ધાઓનો ઉત્સાહ વધારવા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ તેમને પણ ફુલો વડે વધાવ્યા હતા.
મહીસાગરમાં 15 દર્દીએ કોરોનાને આપી માત, તંત્રએ ફુલોથી વધાવી રજા આપી - mahisagar corona news
મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. 3 દિવસમાં 33 કોરોના કેસ સામે આવ્યાં છે જેથી તંત્ર સતર્ક બન્યું છે, તો બીજી તરફ 15 જેટલા કોરોનાના દર્દીઓએ કોરોનાને માત આપી છે.
મહીસાગરમાં 15 કોરોના દર્દીઓએ કોરોનાને આપી માત
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાંત ઓફિસર બાલાસિનોર દ્વારા કોવિડ-19 હોસ્પિટલમાં કામગીરી કરતા કોરોના યોદ્ધાઓનું પણ ફૂલો આપી તેમનું બહુમાન કરી કોરોના યોધ્ધાઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ સાથે જિલ્લામાંથી 120 કોરોના દર્દીઓમાંથી 60 જેટલા દર્દીઓ સ્વસ્થ થતાં કોરોના દર્દીઓનો સ્વસ્થ થવાનો રેશીયો 50 ટકા પર પહોંચ્યો છે.
Last Updated : May 29, 2020, 2:58 PM IST