ગુજરાત

gujarat

ETV Bharat / state

લુણાવાડામાં ગાંજાનું બે લોકોએ વાવેતર કર્યું તો કોર્ટે 10 વર્ષ સજા ફટકારી - ગાંજાના છોડનું વાવેતર

લુણાવાડા તાલુકાના માવાની મુવાડી ખાતે તુવેરના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કરતા ઝડપાયેલા બે આરોપીઓને મહીસાગર સેશન્સ કોર્ટે કરી 10 વર્ષ સખત કેદની સજા ફટકારી છે. જેથી ગેરકાયદેસર માદક દ્રવ્યોનું વાવેતર કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Lunawada
Lunawada

By

Published : Feb 2, 2020, 1:01 PM IST

લુણાવાડા તાલુકાના લાલસર પાસેની માવાની મુવાડી ગામે વગર પાસ પરમીટે રૂપાભાઈ પગી અને ખાતુભાઈ પગી પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે લીલાશ પડતા ફુલ પાંદડી દાંડી સહિતના માદક વાસવાળા વનસ્પતિજન્ય ગાંજાના છોડનું વાવેતર કરતાં હતાં. જેની બાતમી પંચમહાલ આર.આર.સેલને મળતાં તેમણે કોઠંબા પોલીસ અને બાલાસિનોર પોલીસને સાથે રાખી ખેતરોમાં જઈને આરોપની ધરપકડ કરી હતી. તેમજ ખેતરમાંથી 419 નંગ કુલ વજન 471 કિલો ગાંજો મળી આવ્યો હતો. જેની કુલ કિંમત 47 લાખ 10 હજાર થાય છે.તેમજ બીજા અન્ય બીજા એક ખેતરમાંથી છુટા છવાયા ગાજાના બાર છોડ મળેલ તેમ કુલ 431 છોડ નું કુલ વજન 474 કિલો ગ્રામ છે, જેની કુલ કિંમત 47,40,000 મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લુણાવાડામાં ગાંજાનું વાવેતર કરતાં બે આરોપીને કોર્ટે 10 વર્ષ સખત કેદની સજા ફટકારી

કાનૂની અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, ખેતરના માલિકે ના પાડતા આવેલા પોલીસ તેમજ અધિકારીઓએ તેની ઝડપી લેતાં બન્ને ખેતરમાંથી 419 નંગ કુલ વજન 471 કિલો ગાંજો મળી આવ્યો હતો. જેની કુલ કિંમત 47 લાખ 10 હજાર થાય છે. તેમજ બીજા અન્ય એક ખેતરમાંથી છૂટા છવાયા ગાજાના બાર છોડ મળેલા તેમ કુલ 431 છોડનું કુલ વજન 474 કિલો ગ્રામ છે. જેની કુલ કિંમત 47,40,000 મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે મહીસાગર સેસન્સ કોર્ટ એડિશનલ સેશન્સ જજ ડી. એલ.પટેલની કોર્ટમાં કેસ ચાલી જતાં સરકારી વકીલ સરજન ડામોરની દલીલોને ગ્રાહ્ય રાખી તમામ આધાર પુરાવાને ધ્યાને લઇ આરોપી રૂપાભાઈ પગી અને ખાતુભાઈ પગી બંનેને ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કરવાના ગુનામાં દોષી ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. જેથી ગેરકાયદેસર રીતે માદક દ્રવ્યોનું વાવેતર કરતાં તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

ABOUT THE AUTHOR

...view details