ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં કોરોનાનો કહેર યથાવત, વધુ 11 કેસ નોંધાયા - મહીસાહમાં કોરોના વાઇરસ

સમગ્ર દેશ અને રાજ્ય સહિત મહીસાગર જિલ્લામાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ ઉપરાંત સ્વસ્થ થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે, જે એક સકારાત્મક વાત છે.

Mahisagar News
Mahisagar News

By

Published : Oct 18, 2020, 8:08 AM IST

  • મહીસાગરમાં કોરોના વાઇરસનો કહેર
  • મહીસાગરમાં 24 કલાકમાં 11 કેસ નોંધાયા
  • મહીસાગરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1221

લુણાવાડા: મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને કોરોના વાઇરસના રોજ વધુ નવા આંકડા સામે આવી રહ્યા છે. જિલ્લામાં શનિવારે 24 કલાકમાં નવા 11 કેસ સામે આવ્યા છે. આ સાથે મહીસાગર જિલ્લામાં કુલ કેસની સંખ્યા 1,221 થઈ છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 42 લોકોએ જીવ ગુમાવ્યા છે.

મહીસાગરમાં કોરોનાના કેસ

  • કુલ પોઝિટિવ કેસ 1,221
  • કુલ નેગેટિવ રીપોર્ટ 63,211
  • કુુલ હોમ કોરોન્ટાઈનમાં 259
  • કુલ સક્રિય કેસ 74
  • કુલ ડિસ્ચાર્જ 1,105
  • કુલ મૃત્યુ 42

વિસ્તાર દીઠ કેસની સંખ્યા

જો કે, હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ વધુ માત્રામાં કેસો સામે આવી રહ્યા છે. શનિવારે નોંધાયેલા નવા કેસમાં લુણાવાડા ગ્રામ્યમાં 5, બાલાસિનોર ગ્રામ્ય 3, ખાનપુર ગ્રામ્ય 1, કડાણા ગ્રામ્ય 1 અને વિરપુર ગ્રામ્યમાં 1 કેસ મળી કુલ 11 કેસ નોંધાયા છે. ગ્રામીણ વિસ્તારોમાં કેસો નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનું નિવેદન

શનિવારે વધુ 20 દર્દીઓ સ્વસ્થ થતાં અત્યાર સુધીમાં કુલ 1,105 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 63,211 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 69 દર્દીઓની હાલત સ્થિર છે તેમજ 5 દર્દીઓ ઓક્સિજન પર છે. હાલ જિલ્લામાં 74 દર્દીઓ સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details