- મહીસાગરમાં વેક્સિનેશનનો બીજો ફેઝ શરુ
- નગરપાલિકા, મામલતદાર કચેરી અને પોલીસ કર્મચારીઓને રસીકરણ
- કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓને કોરોના રસી અપાઇ
મહીસાગર : કોરોના વાઇરસ સંક્રમણ સામે રક્ષણ આપવા સમગ્ર દેશમાં 16મી જાન્યુઆરીથી પ્રથમ તબક્કાનુ કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું. જેમાં મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફને કોરોના રસી આપ્યા બાદ આજે રવિવારે બીજા ચરણનું ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ માટે રસીકરણ અભિયાન શરુ થયું છે. મહીસાગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા બીજા તબક્કાનો કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રવિવારે જિલ્લાના કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ, મહેસુલ કર્મચારીઓ, પોલીસ અને નગરપાલિકાના કર્મચારીઓને કોરોના સામે રક્ષણ આપતી કોરોના રસીનું રસીકરણ કરવામાં આવ્યું હતું.