- મહીસાગરમાં કોરોના વેક્સિનનું આગમન
- અધિકારીઓએ કર્યા વધામણાં
- 8,920 ડોઝ કોરોના વેક્સિનના જિલ્લાના વડામથક લુણાવાડામાં થયું આગમન
મહીસાગરઃ ગુજરાતમાં કોરોના વેક્સિનનું આગમન થઈ ગયુ છે, ત્યારે મહીસાગર જિલ્લામાં પણ કોરોના વેક્સિનનું આગમન થતા જિલ્લા વિકાસ અધિકારી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓએ કોરોના વેક્સિનના વધામણાં કર્યા હતા.
કોરોના વેક્સિનનું આગમન થતા અધિકારીઓએ કર્યા વધામણાં 16 તારીખથી સમગ્ર દેશ અને ગુજરાતમાં વેક્સિનેશનની થશે શરૂઆત
સમગ્ર દેશ અને વિશ્વમાં કોરોના વાઈરસે કહેર માચાવ્યો છે અને કોરોના વાઈરસને નાથવા દેશ અને દુનિયામાં કોરોના વેક્સિનનું સંશોધન ચાલી રહ્યું હતું. જેમાં ભારતને કોરોના વેક્સિન માટે સફળતા મળી ગઈ છે અને 16 તારીખથી સમગ્ર દેશ અને ગુજરાતમાં વેક્સિનેશનની શરૂઆત થવાની છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં ગુરૂવારે 8,920 ડોઝ કોરોના વેક્સિનના જિલ્લાના વડામથક લુણાવાડામાં આગમન થઈ ગયું છે.
મહીસાગરમાં કોરોના વેક્સિનનું આગમન 4 કેન્દ્ર પરથી રસીકરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે
વેક્સિનનું જિલ્લા પંચાયત ભવન પાસે આગમન થતા જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ.બી. શાહ તેમજ ઉપસ્થિત જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી તેમજ કર્મચારીઓએ કોરોના વેક્સિનના વધામણાં કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ વેક્સિનને કંકુ તિલક કરી સ્વાગત કર્યું હતું. મહીસાગર જિલ્લામાં 16 તારીખે 4 કેન્દ્ર પરથી રસીકરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને પ્રથમ દિવસે 400 વ્યક્તિને રસી મૂકવામાં આવશે.
મહીસાગરમાં કોરોના વેક્સિનનું આગમન